હવામાન વિભાગ/ ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદ, ઠંડરસ્ટોમ એક્ટિવિટીની પણ આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાકને લઈને આગાહી કરવામાં આવી છે. તેમના મત અનુસાર આગામી 3 કલાક રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે

Gujarat Others
વરસાદ

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. આગામી 4 દિવસ રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં આજે સવારે 6થી 8 વાગ્યા સુધી 21 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ખેડાના વસો અને પંચમહાલના હાલોલમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે પણ ગુજરાતભરમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાકને લઈને આગાહી કરવામાં આવી છે. તેમના મત અનુસાર આગામી 3 કલાક રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઠંડરસ્ટોમ એક્ટિવિટીની આગાહી કરવામાં આવે છે. સાથે સાથે છૂટાછવાયા સામાન્ય વરસાદની પણ આગાહી છે. કચ્છ, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગરમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદ, મોરબી, ગાંધીનગરમાં આજે વરસાદ વરસી શકે છે.

અરવલ્લી, મહિસાગર, દાહોદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પોરબંદર, જુનાગઢ, ખેડામાં તથા બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય અને છુટા છવાયા વરસાદ વસરી શકે છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને લઈને રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

આ પણ વાંચો:આયુર્વેદિકના નામે નશીલી દવાઓનું વેચાણ, ફૂડ અને ડ્રગ્સ અને આયુર્વેદિક વિભાગ ક્યારે લેશે પગલાં?

આ પણ વાંચો:સાબરમતી નદી પર બેરેજ કમ બ્રિજ બાંધવામાં આવશે

આ પણ વાંચો:વિદેશમાં રહેતા વધુ એક ગુજરાતી યુવકની હત્યા, અમદાવાદના હિરેન ગજેરાના અપહરણ બાદ હત્યા

આ પણ વાંચો:જૂનાગઢ જિલ્લાના યુવાને નાની ઉંમરમાં જ ગુજરાતનું નામ રોશન કર્યું, મળી ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટની પોસ્ટ