Not Set/ રાજકોટ/ કોવિડ હોસ્પિટલનાં AC બગડતા દર્દી-તબીબી સ્ટાફમાં ઉહાપોહ

  કોવિડ બિલ્ડિંગમાં છેલ્લા ચાર દિવસથી પ્રથમ માળથી શરૂ કરી પાંચમા માળ સુધી ફીટ કરાયેલા એસીમાં ટેક્નિકલ ફોલ્ટ સર્જાવાના કારણે કૂલીગ આવી રહ્યુ નહોતુ. ત્યારે કોરોના પોઝીટીવ દર્દી અને કોરોના વોરિયર્સ તબીબી સ્ટાફનો જીવ મુંઝાવા લાગતા એસી રિપેરીગની રજૂઆતને લઈને ઉહાપોહ મચી જવા પામ્યો  હતો. ટેલિફોનિક રજુઆત અને મૌખિક રજુઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ ન […]

Gujarat Rajkot
 

કોવિડ બિલ્ડિંગમાં છેલ્લા ચાર દિવસથી પ્રથમ માળથી શરૂ કરી પાંચમા માળ સુધી ફીટ કરાયેલા એસીમાં ટેક્નિકલ ફોલ્ટ સર્જાવાના કારણે કૂલીગ આવી રહ્યુ નહોતુ. ત્યારે કોરોના પોઝીટીવ દર્દી અને કોરોના વોરિયર્સ તબીબી સ્ટાફનો જીવ મુંઝાવા લાગતા એસી રિપેરીગની રજૂઆતને લઈને ઉહાપોહ મચી જવા પામ્યો  હતો.

ટેલિફોનિક રજુઆત અને મૌખિક રજુઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવતા તબીબી વર્તુળ અને દર્દીનાં સ્વજનોમાં પણ રોષ વ્યાપ્યો હતો. જ્યારે જવાબદાર સરકારી હોસ્પિટલનાં સત્તાધીશો જવાબદારીની ફેંકાફેકી કરતા જોવા મળ્યા હતા. કોવિડ બિલ્ડિંગમાં આવેલ ડાયાલીસીસ વિભાગમાં 6 એસીમાંથી એક એસીમાંથી પાણી બહાર પડતુ જોવા મળ્યું હતું. રૂમની અંદર પાણીનાં ખાબોચિયા ભરેલા જોવા મળ્યા હતા, તો બીજી બાજુ ગંભીર પ્રકારનાં રોગની સારવાર લેવા આવેલી મહિલાનો શ્વાસ રૂંધાવવા લાગતા દવાની ફાઇલ વડે હવા કરતી જોવા મળી હતી.

ચારેક દિવસથી એસીમાંથી કૂલીગ ન થતા નર્સીગ સ્ટાફ પણ સફોકેશનની સમસ્યાથી કંટાળી ગયા હોવાનુ અને ના છૂટકે હવાનાં આવન જાવન માટે બારી ખોલતા જોવા મળ્યા હતા. જ્યારે એક કોરોના ગ્રસ્ત દર્દી ગરમીનાં કારણે ઉહાપોહ મચાવતા જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.