Not Set/ રાજકોટ/ જંગલેશ્વર બાદ અન્ય વિસ્તારમાં ફેલાયો કોરોના, નોંધાયા વધુ 2 પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોનાનો કહેર અટકવાનું નામ જ નથી લઇ રહ્યો લોકડાઉન કરવામાં આવ્યા બાદ પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આવામાં રાજકોટના લોકો માટે કોરોનાને લઈને ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં કોરોના માટે હોટસ્પોટ ગણાતા જંગલેશ્વર બાદ હવે શહેરના અન્ય વિસ્તારમાં કોરોનાએ ફેલાતો જોવા મળી રહ્યો છે. આપને જણાઈ દઈએ કે રાજકોટના જંગલેશ્વર […]

Gujarat Rajkot
fc77fd2d35c3cd87a42fa4262576e28e 1 રાજકોટ/ જંગલેશ્વર બાદ અન્ય વિસ્તારમાં ફેલાયો કોરોના, નોંધાયા વધુ 2 પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોનાનો કહેર અટકવાનું નામ જ નથી લઇ રહ્યો લોકડાઉન કરવામાં આવ્યા બાદ પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આવામાં રાજકોટના લોકો માટે કોરોનાને લઈને ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં કોરોના માટે હોટસ્પોટ ગણાતા જંગલેશ્વર બાદ હવે શહેરના અન્ય વિસ્તારમાં કોરોનાએ ફેલાતો જોવા મળી રહ્યો છે.

આપને જણાઈ દઈએ કે રાજકોટના જંગલેશ્વર બાદ હવે શહેરના સાધુવાસવાણી રોડ પર રહેતી 16 વર્ષીય સગીરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં સરધાર ગામના 40 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ઉલ્લેખીનીય છે કે સગીરાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા સગીરાના સંપર્કમાં આવેલ પરિવાર સહિતના 11 લોકોને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

જણાવીએ કે રાજકોટ શહેરમા કોરોનાના 76 જ્યારે ગ્રામ્યમાં 8 પોઝિટિવ કેસ મળી કુલ પોઝિટિવ આંકડો 84 પર પહોંચ્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.