Not Set/ રાજકોટ/ ધોરાજીમાં કોરોનાનો કહેર વચ્ચે આધુનિક સુવિધાથી સજજ કોવિડ હોસ્પિટલનો પ્રારંભ

સૌરાષ્ટ્ર ભરમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જેમા ધોરાજી ઉપલેટા જામકંડોરણા અને જેતપુરમાં રોજે રોજ નવા કેસમાં વિક્રમી વધારો થઈ રહ્યો છે, ધોરાજીની વાત કરીએ તો અહી 1 હજાર કોરોનાનાં કેસ નોંધાઇ ચુક્યા છે, જયારે જેતપુરમાં પણ 800 જેટલા કેસ નોંધાઇ ગયા છે, જોવા જઈ એ તો ધોરાજી જામકંડોરણા ઉપલેટા જેતપુર […]

Rajkot Gujarat
67719aa36e7831b657f44c21b90889eb રાજકોટ/ ધોરાજીમાં કોરોનાનો કહેર વચ્ચે આધુનિક સુવિધાથી સજજ કોવિડ હોસ્પિટલનો પ્રારંભ

સૌરાષ્ટ્ર ભરમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જેમા ધોરાજી ઉપલેટા જામકંડોરણા અને જેતપુરમાં રોજે રોજ નવા કેસમાં વિક્રમી વધારો થઈ રહ્યો છે, ધોરાજીની વાત કરીએ તો અહી 1 હજાર કોરોનાનાં કેસ નોંધાઇ ચુક્યા છે, જયારે જેતપુરમાં પણ 800 જેટલા કેસ નોંધાઇ ગયા છે, જોવા જઈ એ તો ધોરાજી જામકંડોરણા ઉપલેટા જેતપુર સહિત શહેરમાં 2500 જેટલા કેસ નોંધાઇ ગયા છે, સાથે સાથે કોરોના દર્દી માટે કોરોનાની સારવાર માટે લોકોએ ધોરાજી ઉપલેટાથી 100 કિલોમીટર જેટલું લાબું અંતર કાપી ને રાજકોટ કે જૂનાગઢ સુધી જવું પડે છે, ત્યારે આવા કોરોનાનાં દર્દીઓની ખાસ સુવિધા માટે ધોરાજીમાં કોરોનાની 75 બેડની હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી, હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે તમામ પ્રકારની સુવિધા ઉભી કરવા આવી છે. અહીં 3 સ્પેશિયાલિસ્ટ ડોકટરો, ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, ધોરાજીમાં હોસ્પિટલ બનતા આસપાસનાં 30 થી 40 કિલોમીટરનાં લોકોને લાભ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.