રાજકોટમાં કામ અર્થે ગયેલા એક યુવાનનું નીચે પટકાતા કરુણ મોત થયું છે. મળતી માહિતી મુજબ, રાજકોટના 150 રીંગ રોડ પર ઇમ્પિરીયલ હાઇટ્સમાં આવેલ અંબિકા નામના શો રૂમમાં ફર્નીચરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે લાકડાના ઘોડા પર ચડીને કામ કરતા યુવાનનું નીચે પટકાતાં મોત નીપજ્યું હતું.
મૃતક યુવક શહેરના કુવાડવા રોડ ડી-માર્ટ સામે મારૂતિનગર-૧માં રહેતો હતો અને તે તેના ભાઇ તથા બીજા કારીગરો સાથે 150 રીંગ રોડ પર ઇમ્પિરીયલ હાઇટ્સમાં આવેલ અંબિકા નામના શો રૂમમાં રિનોવેશન કામ ચાલતું હોઇ ત્યાં ફર્નિચર કામ કરતો હતો ત્યારે લાકડાના ઘોડા પરથી અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જેને લઈ પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
