Not Set/ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં 200થી વધુ કર્મચારીને કોરોના પોઝિટિવ

રાજકોટમાં કોરોનાનો કહેર હાલ છાપરે ચડી તાંડવ કરતો જોવામાં આવી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજકોટમાં સરકાર દ્વારા રોજેરોજ જાહેર કરાતા આંકડા પ્રમાણે 154 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાવમાં આવ્યા છે. મોતનાં આંકડામાં ભારે વિસંગતતા પાછલા લાંબા સમયથી રાજકોટ મામલે જોવામાં આવી રહી છે. તમામ હકીકતો અને વાતો વચ્ચા રોજકોટ કોર્પોરેશન જ કોરોનાનાં સકંજામાં આવી ગયુ […]

Gujarat Rajkot
68d9d382fc3b1f80e1dc5c24054d60a2 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં 200થી વધુ કર્મચારીને કોરોના પોઝિટિવ

રાજકોટમાં કોરોનાનો કહેર હાલ છાપરે ચડી તાંડવ કરતો જોવામાં આવી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજકોટમાં સરકાર દ્વારા રોજેરોજ જાહેર કરાતા આંકડા પ્રમાણે 154 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાવમાં આવ્યા છે. મોતનાં આંકડામાં ભારે વિસંગતતા પાછલા લાંબા સમયથી રાજકોટ મામલે જોવામાં આવી રહી છે. તમામ હકીકતો અને વાતો વચ્ચા રોજકોટ કોર્પોરેશન જ કોરોનાનાં સકંજામાં આવી ગયુ હોવાની મહત્વ પૂર્ણ વિગતો સામે આવી રહી છે. 

પ્રાપ્ત વિગોત પ્રમાણે અત્યાર સુધી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં 200થી વધુ કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનાં આંકડા હાહાકાર મચાવી રહ્યા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ડે.કમિશનર, ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર, બે ડે.ઈજનેર, ત્રણ વોર્ડ ઓફિસર, 12 તબીબ,  7 સેનેટરી ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર સહિત 150થી વધુ સફાઈ કામદારો પણ કોરોના સંક્રમિત થયાં છે. 

હાલની સ્થિતિએ અત્યારે કોર્પોરેશનના અનેક કર્મચારી હોમ આઈસોલેશનમાં છે. અમૂક કર્મચારીનો 14 દિવસનો આઈસોલેશન પીરિયડ પૂરો કરી ચૂક્યા છે, ત્યારે અનેક કર્મચારીને કોરોના થતાં કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારીનો સારવારનો ખર્ચ રાજકોટ કોર્પોરેશન ઉઠાવશે. કાયમી કર્મચારી માટે તાત્કાલિક ઠરાવ કરવો પડ્યો છે, જેથી હવે 4500 જેટલા કર્મચારીને આ ઠરાવનો લાભ મળશે.

રાજકોટ કોર્પોરેશનમાં અત્યંત આવશ્યક કામ વિના ન આવવા સૂચના આપવામાં પણ આવી છે. નાના મવા આરોગ્ય કેન્દ્રના 80 ટકા કર્મચારીને કોરોના હોવાની વિગતો ખડભડાટ મચાવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews