Not Set/ રાજકોટ/ રોડ પર ખાડા છે કે ખાડા પર રોડ, જનતાએ રસ્તે આવી વ્યક્ત કર્યો રોષ

સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટમાં ભારે વરસાદ પડ્યા બાદ રંગીલા રાજકોટવાસીઓનો જાણે રંગ ઉડી ગયો હોય તેવી પરિસ્થિ ઉત્પન્ન થઇ છે, જ્યાં જોઇએ ત્યાં રોડ રસ્તાઓ બિસ્માર પરિસ્થિતિમાં દેખાઇ રહ્યા છે. રાજકોટ ઈસ્ટ ઝોન હોય કે વેસ્ટ ઝોન હોય કે પછી સેન્ટ્રલ ઝોન હોય. રોડ રસ્તાની હાલત ખુબ જ ખરાબ છે. માત્ર ભ્રસ્ટાચારનાં કારણે રોડ રસ્તાઓની આવી […]

Gujarat Rajkot
9cb3073d7d7c0d9b42ff44e86c5f4a1f રાજકોટ/ રોડ પર ખાડા છે કે ખાડા પર રોડ, જનતાએ રસ્તે આવી વ્યક્ત કર્યો રોષ

સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટમાં ભારે વરસાદ પડ્યા બાદ રંગીલા રાજકોટવાસીઓનો જાણે રંગ ઉડી ગયો હોય તેવી પરિસ્થિ ઉત્પન્ન થઇ છે, જ્યાં જોઇએ ત્યાં રોડ રસ્તાઓ બિસ્માર પરિસ્થિતિમાં દેખાઇ રહ્યા છે. રાજકોટ ઈસ્ટ ઝોન હોય કે વેસ્ટ ઝોન હોય કે પછી સેન્ટ્રલ ઝોન હોય. રોડ રસ્તાની હાલત ખુબ જ ખરાબ છે. માત્ર ભ્રસ્ટાચારનાં કારણે રોડ રસ્તાઓની આવી પરિસ્થિતિ સર્જાઈ છે.

ભાજપ હોય કે કોંગ્રેસ હોય તેઓને માત્ર ને માત્ર રાજકારણ કરવું છે પણ લોક પ્રશ્નનું નિરાકરણ માટે કોઈ પક્ષ આગળ આવતો નથી, જેને લઈને પ્રજામાં અતિ રોષ છે. ત્યારે રાજકોટનાં RTO વાળા રોડ પર લોકોનો રોષ ઉમટી પડ્યો અને લોકોએ RTO વાળા રોડનું ચક્કાજામ કર્યું. બેનરો સાથે લોકોએ સુત્રોચ્ચાર કર્યો. સરકારે વાયદા પૂર્ણ નથી કર્યા જેથી કરી લોકોએ સરકાર અને તંત્ર વિરુદ્ધ ઉગ્ર રોષ પ્રગટ કર્યો. મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા લોકોએ તંત્ર અને સરકાર સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, RTO વાળા રોડની પરિસ્થિતિ દર વર્ષે આવી જ હોય છે. દરોજ 6-7 લોકોને રોડની ભીસમાંર હાલતનાં કારણે અકસ્માત નડતો હોય છે. કોન્ટ્રાકટર નબળી ગુણવત્તા વાળો રોડ રસ્તો બનાવે છે, જેના ભોગ અનેક લોકો બને છે. સરકાર પણ જાણે કોન્ટ્રાકટર સાથે મળીને ભ્રષ્ટચાર કરતી હોય એવું લાગે છે. આ સાથે લોકોએ જણાવ્યું કે એ રોડ-રસ્તા પર RTO ની સાથે માર્કેટિંગ યાર્ડ પણ આવેલું છે, જેના કારણે લોકોની અવરજવર ખુબ જ રહેતી હોય છે. લોકોનાં વાહનોને પણ એટલી ઇજા પહોંચે છે. જેના કારણે તેમના વાહનો ડેમેજ થાય છે. અનેકોવાર મનપા કમિશનર, જિલ્લા કલેકટર અને સ્થાનિક કોર્પોરેટરને રજુઆત કરી તેમ છતા રોડ રસ્તાની સમસ્યા જેમ ને તેમ બની રહી છે. 

ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં રોડ-રસ્તાઓની હાલત ખરાબ થવાથી જનતાને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જે રોડ જુઓ ત્યા ખાડા નજરે પડતા હવે લોકો પણ કહી રહ્યા છે કે, રોડ પર ખાડા છે કે ખાડા પર રોડ. બિસ્માર રોડ-રસ્તાને લઇને રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાં પણ લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે હવે જનતા દ્વારા તંત્રનું નાક દબાવવામાં આવ્યુ છે ત્યારે જોવાનુ રહેશે કે તંત્ર આ મુદ્દે જનતાની આ ફરિયાદ સાંભળે છે કે પછી આંખ આડા કાન રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.