Not Set/ રાજકોટ/ ‘CM રૂપાણી મારા માસા છે’… કહીને યુવકે મહિલાને કહ્યા અપશબ્દો

રાજકોટમાં એક યુવક દ્વારા મહિલાને અપશબ્દો બોલતો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં યુવક દાદાગીરી કરતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આ યુવક એક મહિલાને અપશબ્દો તો બળી જ રહ્યો છે સાથે સાથે એમ પણ કહી રહ્યો છે કે, ‘CM મારા માસા છે’ હાલ આ યુવકનો દાદાગીરી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો […]

Gujarat Rajkot
da326f5cd003d471ddf4b6453f06b79f રાજકોટ/ 'CM રૂપાણી મારા માસા છે'... કહીને યુવકે મહિલાને કહ્યા અપશબ્દો

રાજકોટમાં એક યુવક દ્વારા મહિલાને અપશબ્દો બોલતો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં યુવક દાદાગીરી કરતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આ યુવક એક મહિલાને અપશબ્દો તો બળી જ રહ્યો છે સાથે સાથે એમ પણ કહી રહ્યો છે કે, ‘CM મારા માસા છે’ હાલ આ યુવકનો દાદાગીરી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે.

આ મામલે મળતી અનુસાર, શનિવારે સવારનાં 6 વાગ્યે નિર્મલા રોડ પર એક યુવતી સાઇકલિંગ કરી રહી હતી ત્યારે એવામાં એક કાળા રંગની કાર ધસી આવી હતી. જેને સાઇકલને ટક્કર મારતા મહિલા રસ્તા પર પડી ગઇ હતી. જો કે બાદમાં કાર ચાલકે માફી માંગવાને બદલે તે મહિલાને અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી ત્યાં હાજર કોઇ શખ્સે આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી.

જો કે મોબાઇલથી વીડિયો ઉતારતી વેળાએ કારચાલક શખ્સે કહ્યું કે, ‘મારું નામ પાર્થ જસાણી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી મારા માસા છે અને પોલીસ અધિકારીઓ મારા પિતાનાં મિત્રો છે, મારા પિતા એડવોકેટ છે અને બેંકનાં ડિરેક્ટર છે. ફરિયાદ કરી ગુનામાં ફિટ કરાવી દઇશ’ એમ કહીને યુવતીને ધમકાવી હતી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.