Not Set/ રાજ્યસભામાં સંજય રાઉતે જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટનો ખાનગીકરણનો ઉઠાવ્યો મુદ્દો, જાણો શું કહ્યુ

  રાજ્યસભામાં આજે ચોમાસું સત્રનાં ચોથા દિવસે સેંશનની શરૂઆત થઈ હતી. આ દરમિયાન શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાઉતે કહ્યું, “મારી માતા અને મારો ભાઈ COVID ચેપગ્રસ્ત છે.” મહારાષ્ટ્રમાં પણ ઘણા લોકો સ્વસ્થ થઈ રહ્યા છે. આજે ધારાવીની સ્થિતિ નિયંત્રણમાં છે. WHO એ બીએમસીનાં પ્રયત્નોની પ્રશંસા કરી છે. હું આ તથ્યો કહેવા […]

Uncategorized
f92ee41202f4e3840466d98f9d75a685 1 રાજ્યસભામાં સંજય રાઉતે જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટનો ખાનગીકરણનો ઉઠાવ્યો મુદ્દો, જાણો શું કહ્યુ
 

રાજ્યસભામાં આજે ચોમાસું સત્રનાં ચોથા દિવસે સેંશનની શરૂઆત થઈ હતી. આ દરમિયાન શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાઉતે કહ્યું, “મારી માતા અને મારો ભાઈ COVID ચેપગ્રસ્ત છે.” મહારાષ્ટ્રમાં પણ ઘણા લોકો સ્વસ્થ થઈ રહ્યા છે. આજે ધારાવીની સ્થિતિ નિયંત્રણમાં છે. WHO એ બીએમસીનાં પ્રયત્નોની પ્રશંસા કરી છે. હું આ તથ્યો કહેવા માંગુ છું કારણ કે અહીં કેટલાક સભ્યો મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી રહ્યા હતા.

શિવસેનાનાં સાંસદે કહ્યું, ‘દેશની આર્થિક સ્થિતિ ખૂબ ગંભીર છે, હવે સ્થિતિ એવી છે કે આપણુ જીડીપી અને આપણો આરબીઆઇ પણ નાદાર થઈ ગયો છે, આવી સ્થિતિમાં સરકાર એર ઈન્ડિયા, રેલ્વે, એલઆઈસી અને ઘણા બધુ બજારમાં વેચવા માટે લાવી છે. એક મોટો સેલ લાગ્યો છે, હવે આ સેલમાં જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટને પણ ઉભુ કરવામાં આવ્યુ છે. તેમણે કહ્યું, “સરકાર જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી) ને ખાનગી હાથમાં આપવાનું વિચારી રહી છે. જેએનપીટી વિશ્વનો સૌથી મોટો પોર્ટ છે, જે ભારત સરકારને 30% થી વધુ નફો આપે છે, તેવામાં ખાનગી સરકારનાં હાથમાં તેને આપવુ એ દેશની રાષ્ટ્રીય સંપત્તિનું મોટું નુકસાન છે.

કોવિડનું સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં બુધવારે 23,365 નવા COVID19 કેસ નોંધાયા છે અને 474 લોકોનાં મોત અને 17,559 દર્દીઓને રજા આપવામાં આવી છે. બુધવારે જાહેર કરેલા સરકારી આંકડા મુજબ રાજ્યમાં કુલ કેસો વધીને 11,21,221 થયા છે, જેમાં 30,883 લોકોનાં મોત અને 7,92,832 ડિસ્ચાર્જ દર્દીઓનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં કુલ સક્રિય કેસ 2,97,125 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.