રાજકોટ નીલ સીટી કલબના મેનેજર અને માલિક વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોધાઇ છે. શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નીલ સીટી ક્લબ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોધવામાં આવી છે. અત્ર નોધનીય છે કે, સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી ને અનુલક્ષીને નિલસીટી કલબમાં રાખવામાં આવ્યા છે.
રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રસેના ધારાસભ્યોને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુના રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. ત્યાર આ રિસોર્ટના મેનેજર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાહેરનામા ભંગને લઈ આ ફરિયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે એવી માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે હાલ સૌરાષ્ટ્ર કોંગ્રેસના લગભગ તમામ ધારાસભ્યોને આ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે.
કોરોના વાઈરસ ના કહેર વચ્ચે ગુજરાત સહીત સમગ્ર દેશમાં લોક ડાઉન 5.0 અમલી છે. તેમાં ઘણી છૂટ છાટ આપવામાં અવી છે. પરંતુ હજુ સુધી હોટેલ કે રિસોર્ટ ને ખોલવાની પરમીશન મળી નથી. ત્યારે ગુજરાત કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી ને લઈને પોતાના પક્ષ બદલું ધારાસભ્યોને બચાવવા માટે ફરી એક વાર રિસોર્ટ નો સહારો લીધો હતો. જે હવે કોંગ્રેસ ને જ ભારે પડી રહ્યું છે.
અત્રે નોધનીય છે કે, ઉત્તર ગુજરાતના તમામ કોંગી ધારાસભ્યોને રવિવાર સુધીમાં વાઈલ્ડ વિન્ડસ રિસોર્ટમાં પહોચવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. તો સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરૂના રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્ય ન તૂટે તે માટે હાઈકમાન્ડે ધારાસભ્યોને રિસોર્ટમાં બોલાવાયા હતા. જયારે મધ્ય ગુજરાતના ધારાસભ્યોને ઉમેટા રિસોર્ટમાં રોકવામાં આવ્યાં છે. આ તમામ ધારાસભ્યો પર નજર રાખવા IB ના અધિકારી તૈનાત કરવામાં આવ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.
