Not Set/ રામ વિલાસ પાસવાનના પાર્થિવ દેહને આજે પટણા લવાશે, આવતીકાલે અંતિમ સંસ્કાર

કેન્દ્રીય પ્રધાન અને દિગ્ગજ દલીત નેતા તેમજ લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના સ્થાપક રામ વિલાસ પાસવાનનું લાંબી બીમારી બાદ ગુરુવારે રાત્રે નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે, 74 વર્ષના પાસવાને દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રામવિલાસ પાસવાનના મૃત્યુની પુષ્ટિ તેમના પુત્ર અને એલજેપી પ્રમુખ ચિરાગ પાસવાન દ્વારા મળી છે. તેણે ટ્વિટ કરીને લખ્યું કે, પાપા …. હવે તમે આ […]

Uncategorized
49bebe398b7b050eb65813960417afbd 3 રામ વિલાસ પાસવાનના પાર્થિવ દેહને આજે પટણા લવાશે, આવતીકાલે અંતિમ સંસ્કાર

કેન્દ્રીય પ્રધાન અને દિગ્ગજ દલીત નેતા તેમજ લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના સ્થાપક રામ વિલાસ પાસવાનનું લાંબી બીમારી બાદ ગુરુવારે રાત્રે નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે, 74 વર્ષના પાસવાને દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રામવિલાસ પાસવાનના મૃત્યુની પુષ્ટિ તેમના પુત્ર અને એલજેપી પ્રમુખ ચિરાગ પાસવાન દ્વારા મળી છે. તેણે ટ્વિટ કરીને લખ્યું કે, પાપા …. હવે તમે આ દુનિયામાં નથી, પરંતુ હું જાણું છું કે તમે જ્યાં હો ત્યાં હંમેશા મારી સાથે રહેશો…..મિસ યુ પપ્પા. ”

આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી તે દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ હતો. થોડા દિવસો પહેલા જ તેનું હાર્ટ ઓપરેશન પણ થયું હતું. રામવિલાસ પાસવાન પાંચ દાયકાથી વધુ સમયથી સક્રિય રાજકારણમાં હતા અને દેશના જાણીતા દલિત નેતાઓમાંના એક હતા. પાસવાન હાલની NDA સરકારમાં ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન પણ હતા.

રામવિલાસ પાસવાનના પાર્થિવ દેહને આજે પટણા લાવવામાં આવશે

રામ વિલાસ પાસવાનનો પાર્થિવ દેહ આજે બપોરે દિલ્હીથી પોતાનાં વતન બિહાર – પટના લાવવામાં આવશે. તેમના પાર્થિવ દેહને પાર્ટી સ્ટેટ ઓફિસ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં તેમના સમર્થકો અને તેમના ચાહકો તેઓને અંતિમ સન્માન આપશે. પક્ષના નેતા રાજેન્દ્ર વિશ્વકર્માએ આ અંગે માહિતી આપી હતી.

આવતીકાલે રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

રામવિલાસ પાસવાનના અંતિમ સંસ્કાર શનિવારે પટનાના દિઘા ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. બિહારની નીતીશ સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યના સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews