Not Set/ રાયપુર/ મજૂરોને ગુજરાત લઇને જતી બસનો ટ્રક સાથે અકસ્માત, 7 નાં મોત, 7 ઘાયલ

  છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શનિવારે સવારે મોટો અકસ્માત સર્જાયો હતો. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, ચેરી ઘેડી પાસે મજૂરોને લઇને જતી એક બસની ટ્રક સાથે ટક્કર થઇ હતી, જેમા સાત મજૂરોનાં મોત નીપજ્યાં હતા. બસ મજૂરોને લઇને ઓડિશા ગંજમથી ગુજરાત જઇ રહી હતી રાયપુરનાં એસએસપી અજય યાદવે કહ્યું કે, ઓડિશાનાં ગંજમથી ગુજરાતનાં સુરત મજૂરોને લઇને જઇ […]

Uncategorized
ed7c387f603daf072a0b98698e0a06e2 1 રાયપુર/ મજૂરોને ગુજરાત લઇને જતી બસનો ટ્રક સાથે અકસ્માત, 7 નાં મોત, 7 ઘાયલ
 

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શનિવારે સવારે મોટો અકસ્માત સર્જાયો હતો. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, ચેરી ઘેડી પાસે મજૂરોને લઇને જતી એક બસની ટ્રક સાથે ટક્કર થઇ હતી, જેમા સાત મજૂરોનાં મોત નીપજ્યાં હતા. બસ મજૂરોને લઇને ઓડિશા ગંજમથી ગુજરાત જઇ રહી હતી

રાયપુરનાં એસએસપી અજય યાદવે કહ્યું કે, ઓડિશાનાં ગંજમથી ગુજરાતનાં સુરત મજૂરોને લઇને જઇ રહી બસની રાયપુરમાં ખેડી પાસે ટક્કર થઇ ગઇ હતી, જેમા સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં અને સાત લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. મૃતકોની ઓળખ હજી થઈ નથી. પોલીસ ફોર્સ સ્થળ પર પહોંચી ગઇ છે.


 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.