Not Set/ રાહુલ અને અખિલેશ મળીને 14 ચૂંટણી સભાને સંબોધન કરશે

લખનઉઃ સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ગંઠબધન બાદ બંને પક્ષો  ચૂટણી જીતવા માટે રણનીતિ બનાવવામાં લાગી ગઇ છે. જે મુજબ રાહુલ ગાંધી અને અખિલેશ સંયુક્ત રીતે સભા સંબોધન કરશે. અખિલેશ અને રાહુલ ગાંધી એક સાથે સમગ્ર પ્રદેશમાં કુલ 14 સભા કરશે. એટલે કે, દરેક તબક્કામાં આ બન્ને નેતા સાથે મળીને બે સભા સંબોશે. બીજી તરફ […]

Uncategorized
akhilesh rahul રાહુલ અને અખિલેશ મળીને 14 ચૂંટણી સભાને સંબોધન કરશે

લખનઉઃ સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ગંઠબધન બાદ બંને પક્ષો  ચૂટણી જીતવા માટે રણનીતિ બનાવવામાં લાગી ગઇ છે. જે મુજબ રાહુલ ગાંધી અને અખિલેશ સંયુક્ત રીતે સભા સંબોધન કરશે.

અખિલેશ અને રાહુલ ગાંધી એક સાથે સમગ્ર પ્રદેશમાં કુલ 14 સભા કરશે. એટલે કે, દરેક તબક્કામાં આ બન્ને નેતા સાથે મળીને બે સભા સંબોશે.

બીજી તરફ પારિવારીક ઝગડાથી મુક્ત થઇને ગઠબંધનને મૂર્ત સ્વરૂપ આપ્યા બાદ અખિલેશ યાદવ 24 જાન્યુઆરીથી પોતાના ચૂટણી પ્રચારની શરૂઆત કરશે. અખિલેશ યાદવ પોતાની ચૂંટણી પ્રચારની શરુઆત  સુલ્તાનપુરથી કરશે.

ગઇ કાલે કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનને મંજૂરી મળી ગઇ હતી. સમજૂતી મુજબ સમાજવાદી 298 સીટો પર ચૂંટણી લડશે. તો કૉંગ્રેસ 105 સીટો પર ચૂંટણી લડવા માટે માની ગઇ છે. બંને પાર્ટી મળીને રાજ્યની તમામ સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે.