Not Set/ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી ગુજરાત મોડલની ખોલી પોલ

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કોરોનાવાયરસનાં પ્રબંધનને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં ભાજપ શાસિત ગુજરાત અને કોંગ્રેસ સહિત સાથી પક્ષો શાસિત રાજ્યો – મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, પુડ્ડુચેરી, ઝારખંડ અને છત્તીસગઢનાં મામલામાં COVID-19 ની મૃત્યુદરની તુલનામાં એક અહેવાલ ટાંક્યો છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં કહ્યુ છે કે, ગુજરાતમાં કોરોનાથી […]

India
151f524b742e8c53eed77d774baad6f5 1 રાહુલ ગાંધીએ ટ્વીટ કરી ગુજરાત મોડલની ખોલી પોલ

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કોરોનાવાયરસનાં પ્રબંધનને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં ભાજપ શાસિત ગુજરાત અને કોંગ્રેસ સહિત સાથી પક્ષો શાસિત રાજ્યો – મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, પુડ્ડુચેરી, ઝારખંડ અને છત્તીસગઢનાં મામલામાં COVID-19 ની મૃત્યુદરની તુલનામાં એક અહેવાલ ટાંક્યો છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં કહ્યુ છે કે, ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ દર 6.25 ટકા છે, જેનાથી ગુજરાત મોડેલની પોલ ખુલી ગઇ છે.

રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વીટ કરીને ભારતીય જનતા પાર્ટી શાસિત ગુજરાત અને કોંગ્રેસ અને સાથી પક્ષો દ્વારા શાસિત છ રાજ્યોમાં કોરોનાનાં કારણે થયેલા મૃત્યુ દરનાં આંકડા આપતા કહ્યું છે કે આ સાત રાજ્યોમાં ગુજરાતમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. જે PM મોદીનાં ગુજરાત મોડેલની પોલ ખોલે છે.