Rishabh Pant/ રિષભ પંત પર મુંબઈમાં ઘૂંટણનું સફળ ઓપરેશન

ભારતીય વિકેટકીપર-બેટર ઋષભ પંત, જે ગયા અઠવાડિયે એક ભયાનક કાર અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયો હતો, તેના ઘૂંટણની સફળતાપૂર્વક મુંબઈની એક હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી છે, એમ BCCI સૂત્રોએ જણાવ્યું હતું.

Top Stories India
Rishabh Pant
  • ડો. પારડીવાલાની દેખરેખ હેઠળ પંતનું ઓપરેશન કરવામાં આવ્યું
  • સાજા થયા પછી બીસીસીઆઇ સ્પોર્ટ્સ એન્ડ સાયન્સ મેડિસિનની ટીમની પુર્નવસન માટે સલાહ આપશે
  • પંતને દહેરાદૂનથી એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઈ જવાયો

Rishabh Pant ભારતીય વિકેટકીપર-બેટર ઋષભ પંત, જે ગયા અઠવાડિયે એક ભયાનક કાર અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયો હતો, તેના ઘૂંટણની સફળતાપૂર્વક મુંબઈની એક હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી છે, એમ BCCI સૂત્રોએ જણાવ્યું હતું.

Rishabh Pant બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “Rishabh Pant  પર શુક્રવારે ઘૂંટણની સર્જરી સફળતાપૂર્વક પૂરી થઈ છે. તે હવે અમુક સપ્તાહો સુધી નિરીક્ષણ હેઠળ રહેશે. આગળની કાર્યવાહી અને પુનર્વસનની સલાહ ડૉ. દિનશા પારડીવાલા અને ત્યારપછી બીસીસીઆઈ સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ મેડિસિન ટીમ દ્વારા આપવામાં આવશે,” બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ  જોશીમઠ પહોંચ્યા મુખ્યમંત્રી, ભૂસ્ખલનનું કર્યું નિરીક્ષણ, સીએમને જોઈ અસરગ્રસ્તો રડ્યા

Rishabh Pant  પર આ સર્જરી અંધેરી વેસ્ટની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડિસિનના વડા અને આર્થ્રોસ્કોપી અને શોલ્ડર સર્વિસના ડિરેક્ટર ડૉ. પારડીવાલાની દેખરેખ હેઠળ થઈ હતી. પંતને દેહરાદૂનથી એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઈ જવામાં આવ્યો હતો, કારણ કે તે કોમર્શિયલ એરલાઈન્સ દ્વારા ઉડાન ભરી શકે તેવી સ્થિતિમાં ન હતો. 25 વર્ષીય પંત જે 30 ડિસેમ્બરની વહેલી સવારે તેના પરિવારના સભ્યોને આશ્ચર્યચકિત કરવા માટે દિલ્હીથી રૂરકી તરફ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો, તેની ઝડપી કાર ડિવાઇડર સાથે અથડાતાં અને આગ લાગતાં તેને ઘણી ઇજાઓ થઇ હતી.

સદનસીબે ગાડીને અકસ્માત થયાની ગણતરીની સેકંડોમાં સામેથી આવતા બસના ડ્રાઇવરે Rishabh Pant ને ગાડીની બહાર કાઢવામાં મદદ કરી હતી. અકસ્માતની ગણતરીની સેકન્ડોમાં Rishabh Pant ની કાર આગના લપેટામાં લપટાઈ ગઈ હતી, પરંતુ પંત સદનસીબે જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. પંત મર્સીડીઝમાં જઈ રહ્યો હતો.

આ પણ વાંચોઃ પ્રથમવાર ભારતની મહિલા શક્તિ દેશની બહાર કરશે ગર્જના, વિદેશી ધરતી પર બતાવશે કુશળતા

પંતે જણાવ્યું હતું કે તેને કાર ચલાવતા-ચલાવતા ઝોકુ આવી ગયુ હોવાથી તેણે કાર પરથી અંકુશ ગુમાવ્યો હતો. તેણે કાર પરથી અંકુશ ગુમાવતા તેની કાર રેલિંગને અથડાઈ હતી અને પછી ઊંધી પડી ગઈ હતી. પંત લોહીલુહાણ થઈ ગયો હતો અને તેને ફ્રેક્ચર થયુ હતુ. જો કે સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. પણ તેને આ ઇજામાંથી સંપૂર્ણપણે રિકવર થતાં એક વર્ષ જેટલો સમય લાગસે તેમ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ

બિહારમાં જાતિ ગણતરીથી નીતિશ કુમારને કેટલો ફાયદો? જાણો વિસ્તૃતમાં

મગરને જોઈને તમારા મોતીયા મરી જાય છે, તો આ વિડીયો જુઓ

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા નિવૃત્તિ લેશે