Not Set/ રાહુલ ગાંધીનાં વારંવાર ટ્વિટર પર સવાલોથી નારાજ રવિશંકર પ્રસાદે આપ્યો આ જવાબ

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ફરીથી ભારત-ચીન સરહદનાં મુદ્દે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કોંગ્રેસ-નેતા રાહુલ ગાંધી પર ભારત-ચીન સરહદ વિવાદનાં મુદ્દે ફરીથી નિશાન સાધ્યું છે. કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે એક ટ્વિટમાં કહ્યું, ‘રાહુલ ગાંધી સતત વડા પ્રધાનને સંવેદનશીલ ચીન સરહદનાં મુદ્દાઓ અંગે જાહેર તથ્યો શેર કરવા માટે […]

India
1f06cc9ef48948faeb60554b49b85bbc 1 રાહુલ ગાંધીનાં વારંવાર ટ્વિટર પર સવાલોથી નારાજ રવિશંકર પ્રસાદે આપ્યો આ જવાબ

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ફરીથી ભારત-ચીન સરહદનાં મુદ્દે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કોંગ્રેસ-નેતા રાહુલ ગાંધી પર ભારત-ચીન સરહદ વિવાદનાં મુદ્દે ફરીથી નિશાન સાધ્યું છે. કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે એક ટ્વિટમાં કહ્યું, ‘રાહુલ ગાંધી સતત વડા પ્રધાનને સંવેદનશીલ ચીન સરહદનાં મુદ્દાઓ અંગે જાહેર તથ્યો શેર કરવા માટે કહી રહ્યા છે. મને લાગે છે કે રાહુલ જીની સમાંતર માહિતી સિસ્ટમ છે. શું તે ડોકલામ સંકટ દરમિયાન ચીનનાં રાજદૂતને મળ્યા ન હતો? શરૂઆતમાં તેમણે તેની ના પાડી દીધી પણ જાહેર હંગામા પછી તેમણે તેને સ્વીકાર્યુ હતુ.

નોંધનીય છે કે આ પહેલા પણ રવિશંકર પ્રસાદે ચાઇના મુદ્દે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું હતું કે, ચીની સૈનિકો ભારતીય સરહદમાં પ્રવેશ કરી ચુક્યા છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મૌન છે અને ક્યાંય દેખાતા નથી. તેમણે ટ્વિટ કર્યું, ‘ચીની લદ્દાખમાં આપણા વિસ્તારમાં પ્રવેશી ચુક્યા. દરમિયાન વડા પ્રધાન સંપૂર્ણપણે મૌન છે અને ક્યાંય દેખાતા નથી. તેના જવાબમાં રવિશંકર પ્રસાદે ટ્વિટ કર્યું હતું કે, “રાહુલ ગાંધીને જાણ હોવી જોઇએ કે ચીન જેવા આંતરરાષ્ટ્રીય બાબતો પર ટ્વિટર પર પૂછપરછ કરવી જોઈએ નહીં. પરંતુ તે તે જ વ્યક્તિ છે જેણે બાલાકોટ હવાઈ હુમલો અને 2016 નાં ઉરી હુમલા પછી પુરાવા માંગ્યા હતા.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.