Not Set/ રાહુલ ગાંધી વધુ એકવાર આવશે ગુજરાતની મુલાકાતે

ગત ૨૫ સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વધુ એકવાર ગુજરાતની મુલકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી આગામી ૯ થી ૧૧ ઓકટોબર સુધી મધ્ય ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓની મુલાકાત લેશે તેમજ લોકો સાથે જન સંવાદ પણ કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાહુલ ગાંધીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસની વિગતો […]

India
4074 રાહુલ ગાંધી વધુ એકવાર આવશે ગુજરાતની મુલાકાતે

ગત ૨૫ સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વધુ એકવાર ગુજરાતની મુલકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી આગામી ૯ થી ૧૧ ઓકટોબર સુધી મધ્ય ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓની મુલાકાત લેશે તેમજ લોકો સાથે જન સંવાદ પણ કરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાહુલ ગાંધીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસની વિગતો આપી હતી. તેમના જણાવ્યા અનુસાર,

  • રાહુલ ગાંધીનો આ પ્રવાસ અમદાવાદના હાથીજણ વિસ્તારથી શરૂ થશે.
  • ત્યારબાદ રાહુલ ગાંધી પ્રથમ દિવસે મેમદાબાદ, નડિયાદ, ખેડા, આણંદ થઈ વડોદરા પહોંચશે.
  • વડોદરામાં રાત્રિ રોકાણ કરી અને બીજા દિવસે બોરસદ, બોડેલી અને ફાગવેલમાં જનસભા સંબોધશે અને સામાન્ય જનતા સાથે સંવાદ કરશે.