Not Set/ આજથી બદલાઈ જશે આ ૬ નિયમ, જાણો સંપૂર્ણ વિગત

આજે ૧ ઓકટોબર, આજથી દેશભરમાં ભારતીય સ્ટેટ બેન્ક, જીએસટી, ટેલિકોમ સેક્ટર અને ટોલ પ્લાઝા સાથે સંકળાયેલા નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યા છે. આ બદલાવ લોકોની રોજીંદી જિંદગી સાથે જોડાયેલા હોવાથી તેમણે અનેક ફાયદા થશે. જાણો, આજથી બદલાઈ રહેલા આ ૬ નિયમ : ૧. નવી એમઆરપી સાથે સામાન મળશે ૧ જુલાઇથી દેશભરમાં જીએસટી લાગુ થયા બાદ કેન્દ્ર […]

Top Stories Business
notes ban new notes આજથી બદલાઈ જશે આ ૬ નિયમ, જાણો સંપૂર્ણ વિગત

આજે ૧ ઓકટોબર, આજથી દેશભરમાં ભારતીય સ્ટેટ બેન્ક, જીએસટી, ટેલિકોમ સેક્ટર અને ટોલ પ્લાઝા સાથે સંકળાયેલા નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યા છે. આ બદલાવ લોકોની રોજીંદી જિંદગી સાથે જોડાયેલા હોવાથી તેમણે અનેક ફાયદા થશે.

જાણો, આજથી બદલાઈ રહેલા આ ૬ નિયમ :

download 1 આજથી બદલાઈ જશે આ ૬ નિયમ, જાણો સંપૂર્ણ વિગત

૧. નવી એમઆરપી સાથે સામાન મળશે

૧ જુલાઇથી દેશભરમાં જીએસટી લાગુ થયા બાદ કેન્દ્ર સરકારે વેપારીઓને ૩૦ સપ્ટેમ્બર સુધી જૂના માલસામાનને નવી એમઆરપીનું સ્ટિકર લગાવીને વેચવાની મંજુરી આપી હતી. તે ૩૦ સપ્ટેમ્બરથી આ સુવિધા બંધ થઇ જશે. ત્યારે હવે ૧ ઓક્ટોબરથી લોકોને નવી એમઆરપી એટલે કે મેક્સિમમ રીટેલ કિંમતથી ચીજવસ્તુઓ મળશે.

download 2 આજથી બદલાઈ જશે આ ૬ નિયમ, જાણો સંપૂર્ણ વિગત

૨. આ ૬ બેંકોના ચેક અમાન્ય થશે

ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ) ના પાંચ પૂર્વ સહયોગી બેંક અને ભારતીય મહિલા બેંકના ચેક તથા ઈન્ડિયન ફાઈનાન્શિયલ સિસ્ટિમ કોડ (આઈએફએસસી) ૧ ઓક્ટોબરથી અમાન્ય થઈ જશે. ગ્રાહકોને નવી ચેક બૂક માટે ઈન્ટરનેટ બેકિંગ, મોબાઈલ બેકિંગ, એટીમ કે બેંક શાખામાં જઈને આવેદન આપવાનું રહેશે.

૩. એસબીઆઈમાં ન્યૂનતમ બેલેસન્સ લિમિટ

એસબીઆઈએ બચત ખાતામાં ન્યૂનતમ બેલેન્સ લિમિટમાં ઘટાડો કર્યો છે. ઘટાડા બાદ મેટ્રો શહેરોમાં ત્રણ હજાર રૂપિયાનું ન્યૂનત બેલેન્સ અનિવાર્ય હશે, પહેલા આ લિમિટ ૫ હજાર રૂપિયા હતી. જયારે શહેરી, અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લધુત્તમ બેલેન્સના નિયમો ક્રમશ ૩000, ૨000 અને ૧000 રૂપિયા ચાલુ રહેશે. બેંકે પેન્શનર્સ તેમજ સગીરોને પણ ન્યૂનતમ બેલેન્સમાં છૂટછાટ આપી છે.

૪. ખાતુ બંધ કરવા પર ચાર્જ નહિ

એસબીઆઈએ એક ઓક્ટોબરથી જ ખાતું બંધ કરવા માટે ચાર્જમાં બદલાવ કર્યો છે. જો ગ્રાહક ખાતુ ખોલવાના ૧૪ દિવસોની અંદર અને એક વર્ષ બંધ કરાવે છે તો તેની પાસેથી ચાર્જ વસૂલવામાં નહિ આવે. તેની લિમિટ બાદ ખાતુ બંધ કરવા પર ૫૦૦ તેમજ જીએસટી ચાર્જ વસૂલવામાં આવશે.

images 1 આજથી બદલાઈ જશે આ ૬ નિયમ, જાણો સંપૂર્ણ વિગત

૫. સસ્તા થશે કોલ રેટ

ટ્રાઈએ કોલ કનેક્ટ કરવા માટે એક ટેલિકોમ ઓપરેટરની તરફથી બીજાને થતા કોલ ટર્મિનેશનનો ચાર્જ ૧૪ પૈસા ઘટાડીને ૬ પૈસા પ્રતિ મિનીટ કરી દીધો છે. આ નવો ચાર્જ આજથી જ લાગુ થશે. જેનાથી ટેલિકોમ કંપનીઓ કોલ ચાર્જ ઓછો કરી શકે છે. જેનો ફાયદો સામાન્ય લોકોને થશે.

૬. ટોલ આપવા માટે હવે રાહ જોવી નહિ પડે

૧ ઓક્ટોબરથી નેશનલ હાઈવે પર તમામ લાઈનોમાં ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (ઈટીસી) સિસ્ટમ લાગુ થઈ ગઈ છે. તેનાથી જરૂરી ફાસ્ટૈગ હવે ઓનલાઈન ઉપલબ્ધ થશે. એનએચઆઈએ માઈ ફાસ્ટૈગ અને ફાસ્ટૈગ પાર્ટનર નામના બે મોબાઈલ એપ લોન્ચ કર્યાં છે.