Not Set/ રિયા ચક્રવર્તી તેના પિતા અને ભાઈ શૌવિક સાથે પહોંચી ED ઓફિસ, સુશાંત કેસમાં ફરી થશે પુછપરછ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઈડી આજે  ફરી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરશે. રિયા ચક્રવર્તી ભાઈ શૌવિક સાથે ઇડીની ઓફિસ પહોંચી છે. રિયા સિવાય તેના ભાઈ શૌવિક અને અન્ય બે લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે. આ બે અન્ય લોકો રિયાના પિતા અને સુશાંતનો મિત્ર સિદ્ધાર્થ પીઠાણી છે. અધિકારીઓના મતે, ઈડીની ટીમે તેમની પૂછપરછ કરી રહેલા ગોલમાલ અથવા […]

Uncategorized
b6ecd04feff04bd99c7ab780c80e91de રિયા ચક્રવર્તી તેના પિતા અને ભાઈ શૌવિક સાથે પહોંચી ED ઓફિસ, સુશાંત કેસમાં ફરી થશે પુછપરછ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઈડી આજે  ફરી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરશે. રિયા ચક્રવર્તી ભાઈ શૌવિક સાથે ઇડીની ઓફિસ પહોંચી છે. રિયા સિવાય તેના ભાઈ શૌવિક અને અન્ય બે લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે. આ બે અન્ય લોકો રિયાના પિતા અને સુશાંતનો મિત્ર સિદ્ધાર્થ પીઠાણી છે.

અધિકારીઓના મતે, ઈડીની ટીમે તેમની પૂછપરછ કરી રહેલા ગોલમાલ અથવા અસંતોષકારક જવાબો આપવા બદલ તેમને સોમવારે ફરીથી સમન્સ અપાયું હતું.

સુશાંત કેસમાં રિયા અને શૌવિક બંનેને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અગાઉ ઇડીના અધિકારીઓએ બંનેની કલાકો સુધી પૂછપરછ કરી છે. ઇડી ઓફિસ સુશાંત સિંહ રાજપૂત પૂર્વ મેનેજર અને રિયા ચક્રવર્તીની મેનેજર શ્રુતિ મોદી પણ આવી પહોંચી છે.

સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીને પૂછપરછ માટે ઇડી ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.