Not Set/ રિષિ કપૂરને યાદ કરી ભાવુક થયા નીતૂ કપૂર, લખ્યું- ઉમ્મીદની સાથે……

નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા તેણીએ તેમના દિવંગત પતિ અને અભિનેતા રિષિ કપૂરને યાદ કર્યા છે. રિષિ કપૂરનું 30 એપ્રિલના રોજ કેન્સર સાથેની જંગ લડ્યા બાદ મોત નીપજ્યું હતું. તે 67 વર્ષઅ હતા. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર ઉદ્યોગ હચમચી ઉઠ્યો. નીતુ કપૂરે આ પોસ્ટમાં લખ્યું છે […]

Uncategorized
164f509fd2d69fec3079db04a781e1d5 રિષિ કપૂરને યાદ કરી ભાવુક થયા નીતૂ કપૂર, લખ્યું- ઉમ્મીદની સાથે......

નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા તેણીએ તેમના દિવંગત પતિ અને અભિનેતા રિષિ કપૂરને યાદ કર્યા છે. રિષિ કપૂરનું 30 એપ્રિલના રોજ કેન્સર સાથેની જંગ લડ્યા બાદ મોત નીપજ્યું હતું. તે 67 વર્ષઅ હતા. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર ઉદ્યોગ હચમચી ઉઠ્યો.

નીતુ કપૂરે આ પોસ્ટમાં લખ્યું છે કે, “મોટી હોય કે નાની, આપણે સૌએ ધ્યાનમાં રાખીને સંબંધિત લડાઇ લડવાની છે. કદાચ તમારી પાસે સુવિધાઓથી ભરેલું મોટું મકાન હોય અને તો પણ તમે ખુશ નથી. તે બધું તમારા મનમાં છે. દરેકને મજબુત મનની જરૂર છે અને કાલે વધુ સારાની આશા છે !!! આભાર, ઉમ્મીદની સાથે જીઓ, સખત મહેનત કરો !!! તમારા પ્રિયજનોની કદર કરો કારણ કે તે તમારી સૌથી મોટી સંપત્તિ છે.

નીતુ કપૂરે પણ આ પોસ્ટ સાથે એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીર રિષિ કપૂરની છે. ફોટો કોઈ પાર્ટીનો છે. રિષિ કપૂર સૂટ-બૂટમાં જોવા મળી રહ્યા છે. નીતુ કપૂરે પિંક કલરનો સૂટ પહેરેલો છે અને ખુરશી પર બેઠેલા હોવા મળી રહ્યા છે. જ્યારે રિષિ કપૂર હાથમાં ડ્રિંક લઈને ઉભા છે અને કોઈની વાત સાંભળીને હસતા જોવા મળી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.