Not Set/ રેલ્વે ટ્રેક પર આત્મહત્યા કરવા ગયો હતો યુવક, ટ્રેનના ડ્રાઈવરે આ રીતે બચાવ્યો જીવ

આંધ્ર પ્રદેશના વિજયનગરમમાં એક રેલ્વે ચાલકે આત્મહત્યા કરવા જતા એક યુવાનનું જીવ પોતાની બુદ્ધિ અને તત્પરતાથી બચાવી લીધો છે. ટ્રેનના ડ્રાઇવરે સમયસર ઇમરજન્સી બ્રેકનો ઉપયોગ કર્યો હતો અને યુવક પાટાની નીચે આવતા બચી ગયો હતો. આ ઘટના વિજયનગરના કોરુકોંડાની છે. અહીં એક રેલ્વે ડ્રાઇવર વિશાખાપટ્ટનમથી વિજયનગરમ તરફ કેટલાક ખાલી કોચ લઇને જઈ રહ્યો હતો. ત્યારે […]

Uncategorized
6b21bcbe463665dc96f6c263ea44ec7f 1 રેલ્વે ટ્રેક પર આત્મહત્યા કરવા ગયો હતો યુવક, ટ્રેનના ડ્રાઈવરે આ રીતે બચાવ્યો જીવ

આંધ્ર પ્રદેશના વિજયનગરમમાં એક રેલ્વે ચાલકે આત્મહત્યા કરવા જતા એક યુવાનનું જીવ પોતાની બુદ્ધિ અને તત્પરતાથી બચાવી લીધો છે. ટ્રેનના ડ્રાઇવરે સમયસર ઇમરજન્સી બ્રેકનો ઉપયોગ કર્યો હતો અને યુવક પાટાની નીચે આવતા બચી ગયો હતો.

આ ઘટના વિજયનગરના કોરુકોંડાની છે. અહીં એક રેલ્વે ડ્રાઇવર વિશાખાપટ્ટનમથી વિજયનગરમ તરફ કેટલાક ખાલી કોચ લઇને જઈ રહ્યો હતો. ત્યારે તેણે દૂરથી જોયું કે એક યુવક ટ્રેક પર પડ્યો હતો. આ દરમિયાન ટ્રેન અને  ટ્રેક પર સુતેલા યુવક વચ્ચે બહુ અંતર નહોતું.

રેલ્વે ડ્રાઇવરે ઇમરજન્સી બ્રેક લગાવી

ટ્રેન ચાલકે સતત હોર્ન વગાડીને યુવકને ચેતવણી આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેની અસર તે યુવક પર પડી નહીં. આ સમય દરમિયાન ટ્રેન પણ વધુ ઝડપે હતી. કોઈ વિકલ્પ નહીં જોતાં ડ્રાઈવરે કોઈ પણ સમય ગુમાવ્યા વિના ઇમરજન્સી બ્રેક લગાવી.

હાઈ સ્પીડ અને ઇમરજન્સી બ્રેકના કારણે ટ્રેનને જોરદાર આંચકો લાગ્યો અને જોરથી અવાજ સાથે ટ્રેન સ્લાઇડિંગ ટ્રેક પર સૂતેલા યુવકની થોડા મીટર આગળ રોકાઈ ગઈ. ટ્રેન ધીમી પડતાં ટ્રેન ચાલકે એન્જિન પરથી કૂદી પડ્યો અને યુવકનો જીવ બચાવ્યો.

ટ્રેન ચાલકે આ ઘટનાની જાણ નજીકના સ્ટેશન માસ્ટર અને રેલ્વે અધિકારીઓને કરી હતી અને યુવકને તેમના હવાલે કર્યો હતો. સ્ટેશન માસ્ટરે આત્મહત્યાના ઇરાદે ટ્રેક પર આવેલ યુવકની સાથે વાત કરી અને તેને સમજાવ્યો હતો.

રેલ્વે અધિકારીઓએ યુવકને તેના પરિવારજનોને સોંપી દીધો છે. સ્થાનિક પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.