Not Set/ ‘રૈનકોટ પહેરીને નહવા’ વાળા પીએમ મોદીના નિવેદનનું અમિત શાહે કર્યું સમર્થન

નવી દિલ્હીઃ રાજ્યસભામાં મોદીના રેનકોર્ટ’ વાળા નિવેદન પર હંગામો થયો હતો.  ત્યાર બાદ મોદી તો ચૂપ રહ્યા હતા પણ અમિત શાહે તેના પર પલટવાર કર્યો છે. બુધવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, મનમોહન સિંહને રેનકોટ પહેરીને નહવાની કલા આવડે છે. તેમનો ઇશારો યૂપએ સરકારમાં થયેલા ગોટાળામાં પરોક્ષ […]

Uncategorized
amit shah 1486482172 'રૈનકોટ પહેરીને નહવા' વાળા પીએમ મોદીના નિવેદનનું અમિત શાહે કર્યું સમર્થન

નવી દિલ્હીઃ રાજ્યસભામાં મોદીના રેનકોર્ટ’ વાળા નિવેદન પર હંગામો થયો હતો.  ત્યાર બાદ મોદી તો ચૂપ રહ્યા હતા પણ અમિત શાહે તેના પર પલટવાર કર્યો છે.

બુધવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, મનમોહન સિંહને રેનકોટ પહેરીને નહવાની કલા આવડે છે. તેમનો ઇશારો યૂપએ સરકારમાં થયેલા ગોટાળામાં પરોક્ષ રીતે મનમોહન સિહની ભૂમિકા તરફ હતો. આ નિવેદન બાદ કૉંગ્રેસે સંસદમાંથી વોટઆઉટ કર્યો હતો.

ગુરુવારે સંસદમાં બને સત્રોમાં આ મામલે હંગામાની ભેટ ચડી ગયો હતો. કૉંગ્રેસે કહ્યું કે, જ્યાર સુધી પ્રધાનમંત્રી સદનમાં માફી નહી માંગ ત્યાર સુધી કૉંગ્રેસ તેમને સંસદમાં નહી સાંભળે. આ અંગે મોદીએ તો કોઇ પ્રતિક્રિયા નથી આપી પણ ભાજપ અધ્યક્ષ અમિત શાહે આના પર પલટવાર કર્યો છે.

ઉતરાખંડમાં નવી ટિહરીમાં આયોજીત જનસભામાં શાહે કહ્યું કે, પ્રધાનમંત્રીએ કઇ જ ખોટું નથી હ્યું. તેમણે પૂર્વ પીએમ મનમોહન સિંહ પર નિશાન સાધ્યું હતું. અને કહ્યું હતું કે, મનમોહનના કાર્યકાળમાં ઘણા ગોટાળા થયા પરંતુ તેમણે કૉંગ્રેસના તમામ ગોટાળાથી બચાવ કર્યો હતો.