Not Set/ લંપટ ધવલ ત્રિવેદી અંતે ઝડપાયો, ચીર લૂંટનાર હિમાચલમાં કરતો હતો ચોકીદારી…

રાજકોટને શરમસાર કરી શિક્ષણ જગતની આબરુને પણ બટ્ટો લગાડનાર લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદી આખરે ઝડપાઇ ગયો છે. લાંબા સમયથી ભાગતો ફરતો અને પોલીસથી છુપાતો ફરતો હવખોર લપંટ હિમાચલ પ્રદેશમાં વેસ પલટો કરી, પોતાની ઓળખ છુપાવી ચોકીદારી કરી રહ્યો હતો. CBIએ અંતે દિલ્લી પોલીસની મદદથી લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદીને ઝડપી લીધો છે. ઉલ્લેખનીય છે કે, લંપટ પ્રોફેસરે ચોટીલાની યુવતીનું અપહરણ કર્યુ હતુ અને આ સિવાય […]

Gujarat Rajkot
4044e7ce43d4b763e79754d8d98e7131 લંપટ ધવલ ત્રિવેદી અંતે ઝડપાયો, ચીર લૂંટનાર હિમાચલમાં કરતો હતો ચોકીદારી...

રાજકોટને શરમસાર કરી શિક્ષણ જગતની આબરુને પણ બટ્ટો લગાડનાર લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદી આખરે ઝડપાઇ ગયો છે. લાંબા સમયથી ભાગતો ફરતો અને પોલીસથી છુપાતો ફરતો હવખોર લપંટ હિમાચલ પ્રદેશમાં વેસ પલટો કરી, પોતાની ઓળખ છુપાવી ચોકીદારી કરી રહ્યો હતો. CBIએ અંતે દિલ્લી પોલીસની મદદથી લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદીને ઝડપી લીધો છે.

ઉલ્લેખનીય છે કે, લંપટ પ્રોફેસરે ચોટીલાની યુવતીનું અપહરણ કર્યુ હતુ અને આ સિવાય એટલે કે ચોટીલાની સગીર વયની દિકરી સહિત સૌરાષ્ટ્ર – ગુજરાતની પોણો ડઝન દીકરીઓના જીવનને આભળી જનાર નરાધમ ધવલ ત્રિવેદી હિમાચલથી પકડાઈ જતા ચોટીલાની સગીર વયની દિકરીના પિતા મુકેશ મનહરલાલ ખખ્ખરે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે મારી દીકરી જ્યારે પાછી મળી ત્યારે તો ખુદ આનંદ અને હાશકારો થયેલ જ હતો, પરંતુ આજે આ લંપટ ઝડપાઇ જતા તેથી પણ વિશેષ આનંદ થયો છે. હવે આ લંપટ હવસખોરનાં હવસનો શિકાર બીજી કોઈપણ દીકરીઓ નહીં બને અને તેના જીવન બરબાદ તથા બચી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews