Not Set/ લેખિકા અરુંધતી રોયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના તાનાશાહ હિટલર સાથે કરી

વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે ભારતમાં પણ લોકડાઉન દરમિયાન પણ આ કેસોની સંખ્યામાં ઘટાડો થવાની જગ્યાએ સતત વધારો થઇ રહ્યો છે. વધી રહેલા સંકટ વચ્ચે લેખિકા અરુંધતી રોયે દેશમાં કોરોના વાયરસનાં ચેપ ફેલાવા અંગે એક એવુ નિવેદન આપ્યું છે, જેના કારણે તે ચર્ચામાં આવ્યા છે. વિદેશી સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં રોયે વડા પ્રધાન નરેન્દ્ર […]

India

વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે ભારતમાં પણ લોકડાઉન દરમિયાન પણ આ કેસોની સંખ્યામાં ઘટાડો થવાની જગ્યાએ સતત વધારો થઇ રહ્યો છે. વધી રહેલા સંકટ વચ્ચે લેખિકા અરુંધતી રોયે દેશમાં કોરોના વાયરસનાં ચેપ ફેલાવા અંગે એક એવુ નિવેદન આપ્યું છે, જેના કારણે તે ચર્ચામાં આવ્યા છે. વિદેશી સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં રોયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના તાનાશાહ હિટલર સાથે કરી હતી. તેમણે કહ્યું કે મોદી સરકાર હિન્દુ અને મુસ્લિમ વચ્ચેનાં તણાવને વધારવા માટે દેશમાં કોરોના વાયરસનાં ચેપનાં ફેલાવોનો ઉપયોગ કરી રહી છે. આટલું જ નહીં, રોયે કહ્યું કે, કોવિડ-19 એ ભારત વિશેની તમામ બાબતોનો પર્દાફાશ કર્યો હતો, જે વિશે અમે પહેલાથી જાણતા હતા.

રોયે કહ્યું કે, દિલ્હીમાં જે હિંસા થઈ હતી તે મુસ્લિમ વિરોધી કાયદાનાં વિરોધને કારણે થઈ હતી. કોવિડ-19 ની આડ હેઠળ સરકાર હવે યુવા વિદ્યાર્થીઓની ધરપકડ કરી રહી છે. એટલું જ નહીં, તમામ વરિષ્ઠ વકીલો, સંપાદકો, કાર્યકરો, બૌદ્ધિજીવીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રશિયાએ જર્મનીમાં હોલોકોસ્ટની તુલના ભારત સાથે કરતા કહ્યું કે, RSS જેની સાથે પીએમ મોદીનો સંબંધ છે, જે ભાજપનું માતૃ સંગઠન છે, તેનું માનવુ છે કે ભારતને હિન્દુ રાષ્ટ્ર હોવુ જોઇએ. તેમના લોકોએ ભારતનાં મુસ્લિમોની તુલના જર્મનીનાં યહુદીઓ સાથે કરી છે. જો તમે જુઓ તો કોવિડની આડમાં મુસ્લિમોને કલંકિત કરવામાં આવી રહ્યા છે.

લેખક અરુંધતી રોયે કહ્યુ કે, કોરોના સંકટની વચ્ચે સરકારની કથિત વ્યૂહરચના એવી પરિસ્થિતિ પેદા કરશે કે જેના પર વિશ્વએ નજર રાખવી જોઈએ. એટલું જ નહીં રોયે કહ્યું કે, પરિસ્થિતિ જાતીય નરસંહાર તરફ આગળ વધી રહી છે. લોકો માત્ર કોરોના સાથે જ નહીં પણ ભૂખમરી, દ્વેષ અને નફરતથી સામે પણ લડી રહ્યા છે. રેયનાં નિવેદનની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. રોયનાં નિવેદનને પાકિસ્તાનનાં મીડિયા દ્વારા પણ બતાવવામાં આવ્યું છે. પાકિસ્તાનની સત્તાવાર ન્યૂઝ ચેનલ પીટીવી એ પણ તેને આગવી રીતે રિપોર્ટ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.