Not Set/ #લોકડાઉનની આડ અસરો/ બટાટાનાં વેપારી માથે તોળાતો મંદી અને ઓવરહેડ ખર્ચનો ખતરો

દેશ – દુનિયામાં કોરોનાનાં હાહકાર સામે લોકડાઉન જેવા શસ્ત્રનો ઉપયોગ કરી કોરોના સામેની જંગ લડવામાં આવી રહી છે. તે વાતમાં બે મત નથી કે કોરોનાને પરાસ્ત કરવામાં લોકડાઉનની મોટી ભૂમીકા છે જ છે. લોકડાઉનનાં કારણે અનેક વેપાર ઉદ્યોગો બંઘ છે, પરંતુ આવી સ્થિતિમાં બગડી જતી વસ્તુ અને ખેત પેદાશો ઉગાળતા ખેડૂતો અને વેપારીઓની હાલત માઠી […]

Gujarat Others
247f5e62ef8f1a29151c94a2009ef456 #લોકડાઉનની આડ અસરો/ બટાટાનાં વેપારી માથે તોળાતો મંદી અને ઓવરહેડ ખર્ચનો ખતરો

દેશ – દુનિયામાં કોરોનાનાં હાહકાર સામે લોકડાઉન જેવા શસ્ત્રનો ઉપયોગ કરી કોરોના સામેની જંગ લડવામાં આવી રહી છે. તે વાતમાં બે મત નથી કે કોરોનાને પરાસ્ત કરવામાં લોકડાઉનની મોટી ભૂમીકા છે જ છે. લોકડાઉનનાં કારણે અનેક વેપાર ઉદ્યોગો બંઘ છે, પરંતુ આવી સ્થિતિમાં બગડી જતી વસ્તુ અને ખેત પેદાશો ઉગાળતા ખેડૂતો અને વેપારીઓની હાલત માઠી બની રહે છે. વસ્તુ વેંચવા ક્યા જવી ? અને જો વેચીં ન શકાય તો બગડી જાય તેનું શું કરવું ? આ તો સેમ્પલ પ્રશ્ન છે પણ આવા અનેક પ્રકારનાં પ્રશ્નો આવા ખેડૂતો અને વેપારીઓને કનડગત કરી રહ્યા છે. અને આવા અનેક વેપારીએ અને ખેડૂતોમાં એક છે બટાટા પકાવતા ખેડૂતો અને બટાકાનાં વેપાર સાથે જોડાયેલા વેપારીએ.

જી હા કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે, ત્યારે  બનાસકાંઠામાં લોકડાઉનની મોટી અસર બટાટાના વેપાર ઉપર પડી છે. જેમાં લોકડાઉનના કારણે બટાટાના વેપારમાં 40 ટકા ઘટાડો થયો છે.  જેથી વેપારીઓ અને કોલ્ડસ્ટોરેજના માલિકોને મંદીનો ભય સતાવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં બટાટા નગરી તરીકે જાણીતા ડીસા પંથકમાં બટાટામાં  સતત ચાર વર્ષની મંદીના કારણે આ વર્ષે ખેડૂતોએ બટાટાનું વાવેતર ઓછું કરતા બટાટાનું ઉત્પાદન 2.50 કરોડ કટ્ટટા થયું હતું જેના કારણે બટાટાના ભાવ ઉચકાતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી અને બટાટામાં તેજી દેખાતા ખેડૂતોએ અને વેપારીઓએ સારા ભાવની આશાએ પોતાના બટાટા ડીસાના 160 જેટલા કોલ્ડસ્ટોરેજમાં સંગ્રહ કર્યા હતા જોકે અચાનક લોકડાઉન થતાં મોટી હોટલો,રેસ્ટોરન્ટો તેમજ વેફર પેકિંગની કંપનીઓ બંધ થતાં બટાટાનું વેચાણ 40 ટકા જેટલું ઘટી ગયું છે તો હાલ રોજની ફક્ત 250 જેટલી ગાડીઓ ભરાઈને નિકાસ થાય છે જેમાં 75 થી 80 હજાર બટાટાના કટ્ટટાનું નિકાસ થાય છે જે ખુબજ ઓછું છે તો બીજી બાજુ વેફર પેકિંગ અને પ્રોસેસિંગ વેરાયટીમાં બટાટાનો નિકાસ થતું નથી જેથી લોકડાઉનમાં માર્કેટમાં માંગ સામે બટાટાનો સ્ટોક વધુ હોવાના કારણે બટાટામાં મંદી આવવાની શક્યતાઓ દેખાતી હોવાથી વેપારીઓ અને કોલ્ડસ્ટોરેજના માલિકોની ચિંતામાં વધારો થયો છે તો બીજું બાજુ કોલ્ડસ્ટોરેજમાં કામ કરતા ઉત્તરપ્રદેશ,બિહાર,રાજસ્થાન અને નેપાળના મજૂરો વતન જવાની પ્રક્રિયા કરી રહ્યા હોવાથી જો મજૂરો જતા રહશે તો  કોલ્ડસ્ટોરેજ માંથી બટાટા માર્કેટમાં આવશે નહિ જેના કારણે બજારમાં બટાટાની કૃત્રિમ અછત સર્જાશે જેના કારણે લોકોને મોંઘાભાવે બટાટા ખરીદવા પડશે અને લોકડાઉન ખુલ્યા બાદ મોટા પ્રમાણમાં બટાટાનો સ્ટોક બજારમાં આવતા બટાટાના ભાવ ગગડી જશે તેવો ભય કોલ્ડસ્ટોરેજના માલિકોને સતાવી રહ્યો છે જેના કારણે તેવો સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે લોકડાઉન જલ્દી ખુલી જાય જેથી બટાટાના વેપાર ઉપર અસર ન પડે અને મંદીનો માર સહન ન કરવો પડે.

@ગોવિંદ ઠાકોર – પત્રકાર, મંતવ્ય ન્યૂઝ,પાલનપુર…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન