Not Set/ લોકડાઉનમાંથી મુક્ત થયું ન્યુઝીલેન્ડ, મોલ્સ, જિમ અને સિનેમાઘરો આ અઠવાડિયાથી ખુલશે

વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસના કારણે હજારો લોકોનાં મોત બાદ પણ આ રોગમાંથી મુક્તિ મળી નથી. આવી સ્થિતિમાં અર્થવ્યવસ્થાઓને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. ધીરે ધીરે ઘણા દેશોમાં બધું શરૂ થવાનું છે. આ શ્રેણીમાં ગુરુવારથી ન્યુઝીલેન્ડમાં મોલ્સ, સિનેમા હોલ, કાફે અને જીમ ખુલશે. ઓસ્ટ્રેલિયાના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય, વિક્ટોરિયાએ મંગળવારથી ધાર્મિક કાર્યક્રમો […]

World
4f80aa010f6bd01db03952af6eddea11 લોકડાઉનમાંથી મુક્ત થયું ન્યુઝીલેન્ડ, મોલ્સ, જિમ અને સિનેમાઘરો આ અઠવાડિયાથી ખુલશે

વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસના કારણે હજારો લોકોનાં મોત બાદ પણ આ રોગમાંથી મુક્તિ મળી નથી. આવી સ્થિતિમાં અર્થવ્યવસ્થાઓને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. ધીરે ધીરે ઘણા દેશોમાં બધું શરૂ થવાનું છે. આ શ્રેણીમાં ગુરુવારથી ન્યુઝીલેન્ડમાં મોલ્સ, સિનેમા હોલ, કાફે અને જીમ ખુલશે.

ઓસ્ટ્રેલિયાના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય, વિક્ટોરિયાએ મંગળવારથી ધાર્મિક કાર્યક્રમો અને સમુદાયીક રમતો પર છૂટછાટ મૂકવાની જાહેરાત કરી છે. તે જ સમયે, બિન-આવશ્યક ચીજોની દુકાનો, ફેક્ટરીઓ અને અન્ય વ્યવસાયો આઠ અઠવાડિયા પછી ફ્રાન્સમાં સોમવારથી ફરી ખુલ્યા છે.

શાળાઓ પણ તબક્કાવાર ફરી ખોલવામાં આવી રહી છે. જોકે થિયેટરો, રેસ્ટોરાં, બાર અને બીચ ઓછામાં ઓછા જૂનના અંત સુધી બંધ રહેશે. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતના વડા પ્રધાન ડેનિયલ રેન્ડ્ર્યૂઝે કહ્યું હતું કે, આપેલ છૂટ નો અર્થે એ નથી કે આપણે અનિયંત્રિત છીએ. આપણે આપણા સામાન્ય જ્ઞાન નો ઉપયોગ કરવો રહેશે. . સોમવારથી ખૂબ વસ્તી ધરાવતા ન્યુ સાઉથ વેલ્સ અને ક્વીન્સલેન્ડની શાળાઓમાં વર્ગો શરૂ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.