Not Set/ લોકડાઉન વચ્ચે ઈટાલીમાં જોવા મળ્યો નવો ટ્રિકિની ટ્રેન્ડ, બિકિની સાથે મેચિંગ માસ્કની ફેશન

સમગ્ર દેશ આજે કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યુ છે, ત્યારે આવા સંકટનાં સમયે પણ અનુક લોકો પોતાની એક અલગ શૈલીથી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચી જ લે છે. આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસને રોકવામાં માસ્ક સૌથી અસરકારક છે. કોરોના વાયરસને કારણે, માસ્કની માંગ દુનિયાભરમાં ખૂબ વધારે થઈ ગઇ છે. લોકોએ હવે માસ્ક […]

World
b408c2c0038c7074743e0aa367e12c4a લોકડાઉન વચ્ચે ઈટાલીમાં જોવા મળ્યો નવો ટ્રિકિની ટ્રેન્ડ, બિકિની સાથે મેચિંગ માસ્કની ફેશન

સમગ્ર દેશ આજે કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યુ છે, ત્યારે આવા સંકટનાં સમયે પણ અનુક લોકો પોતાની એક અલગ શૈલીથી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચી જ લે છે. આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસને રોકવામાં માસ્ક સૌથી અસરકારક છે. કોરોના વાયરસને કારણે, માસ્કની માંગ દુનિયાભરમાં ખૂબ વધારે થઈ ગઇ છે. લોકોએ હવે માસ્ક બનાવવાનું પણ શરૂ કરી દીધું છે. વળી વિશ્વમાં માસ્ક બનાવવાની અલગ-અલગ રીત પણ જોવા મળી રહી છે.

1bc91f1284f8b5800b5829a7b291664e લોકડાઉન વચ્ચે ઈટાલીમાં જોવા મળ્યો નવો ટ્રિકિની ટ્રેન્ડ, બિકિની સાથે મેચિંગ માસ્કની ફેશન

ઇટાલી બીચવેરનાં દુકાનનાં માલિક અને ડિઝાઇનર ટિજિયાનાં સ્ક્રામોજેએ બિકનીથી માસ્ક બનાવવાનો એક અલગ અંદાજની શોધ કરી છે. તેમની આ અલગ ટેકનિક લોકોની વચ્ચે ઘણી ફેમસ અને સફળ સાબિત થઇ રહી છે. જણાવી દઇએ કે, યુરોપમાં કોરોનાનાં કારણે હવે છોકરીઓ બિકિની નહી પણ ટ્રિકિની ઓર્ડર કરી રહી છે. યુરોપમાં છોકરીઓમાં આ ટ્રિકીની ખૂબ જ લોકપ્રિય થઇ છે.

69a6e4577e0d5342e0be0f9699ad9123 લોકડાઉન વચ્ચે ઈટાલીમાં જોવા મળ્યો નવો ટ્રિકિની ટ્રેન્ડ, બિકિની સાથે મેચિંગ માસ્કની ફેશન

સેન્ટ્રલ ઇટાલીમાં રહેતા તીજીઆના સ્કારામુઝોએ ટ્રિકિનીનો ટ્રેન્ડ શરૂ કર્યો. તેને આ વિચાર માર્ચમાં આવ્યો હતો. જણાવી દઇએ કે, સ્કારમુઝ્ઝોનો ધંધો લોકડાઉનને કારણે બંધ થઇ ગયો હતો. લોકડાઉન દરમિયાન, તેણે પોતાની દીકરીઓ સાથે કંઇક નવું કરવાનું વિચાર્યું, આ દરમિયાન તેણે ટ્રિકીની વિશે વિચાર્યું. તેણે કેટલીક ટ્રિકિની ડિઝાઇન કરી હતી અને તેની પુત્રીએ તેને પહેરીને ફોટા ફેસબુક પર મૂક્યા હતા, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને ટ્રિકિની વાયરલ થઈ હતી. ટ્રિકિની વાયરલ થઈ ત્યારથી તેને ઘણા ઓર્ડર મળી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.