વિસ્ફોટ/ નાઇજીરીયામાં ઓઇલ રિફાઇનરીમાં વિસ્ફોટ થતા 110 લોકોના મોત,અનેક લોકો ઇજાગ્રસ્ત

ઇમો રાજ્યના ઓહાજી-ઇગ્બેમા સ્થાનિક સરકારી વિસ્તારમાં શુક્રવારે રાત્રે થયેલા વિસ્ફોટમાં બે ઇંધણ સંગ્રહ વિસ્તારો પણ ઘેરાઈ ગયા હતા જ્યાં 100 થી વધુ લોકો કામ કરી રહ્યા હતા.

Top Stories World
1 165 નાઇજીરીયામાં ઓઇલ રિફાઇનરીમાં વિસ્ફોટ થતા 110 લોકોના મોત,અનેક લોકો ઇજાગ્રસ્ત

નાઈજીરીયાના દક્ષિણપૂર્વમાં એક ઓઇલ રિફાઈનરીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 110 લોકો માર્યા ગયા છે. ઘટનાસ્થળે મૃતદેહોની શોધખોળ કરવા સાથે વિસ્ફોટના શંકાસ્પદ માનવામાં આવતા બે લોકોને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.રાજ્યના અધિકારીઓએ એસોસિએટેડ  જણાવ્યું હતું કે ઇમો રાજ્યના ઓહાજી-ઇગ્બેમા સ્થાનિક સરકારી વિસ્તારમાં શુક્રવારે રાત્રે થયેલા વિસ્ફોટમાં બે ઇંધણ સંગ્રહ વિસ્તારો પણ ઘેરાઈ ગયા હતા જ્યાં 100 થી વધુ લોકો કામ કરી રહ્યા હતા.

ડઝનેક કામદારો આગમાં લપેટાઈ ગયા હતા,  અધિકારીઓએ જણાવ્યું હતું. ઈમોના પેટ્રોલિયમ રિસોર્સીસ કમિશનર ગુડલક ઓપિયાએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 100થી વધુ હોઈ શકે છે. તેણે કહ્યું કે ઘણા લોકો દાઝી ગયા પછી ઝાડીઓમાં દોડી ગયા અને મૃત્યુ પામ્યા.

ઇમોના રાજ્ય માહિતી કમિશનર, ડેક્લાન ઇમેલુમ્બાએ જણાવ્યું હતું કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ બે દોષિતો ફરાર છે. પોલીસ તેમને શોધી રહી છે. જોકે, તેણે શંકાસ્પદોની ઓળખ જાહેર કરી ન હતી. તેમણે કહ્યું કે વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકો માટે સામૂહિક દફન કરવાની યોજના બનાવવામાં આવી રહી છે અને તેમાંથી ઘણાની ઓળખ થઈ શકી નથી.

mntvy