Not Set/ #લોકડાઉન/ સાબરકાંઠામાં નગરજનોએ પુષ્પ વર્ષા કરી ખડેપગે સેવા આપનાર પોલીસકર્મીઓનું કર્યું અભિવાદન

સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આવેલ બજાર ચોક વિસ્તારમાં આવેલ રહેણાંક વિસ્તારોમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી.ચંપાવતના માર્ગદર્શન હેઠળ બજાર વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફલેગ માર્ચ દરમ્યાન પ્રાંતિજ પોલીસનું ઠેરઠેર પુષ્પોની વર્ષાથી અભિવાદન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાની મહામારીમાં 40 થી પણ વધારે  ડીગ્રી ગરમીમાં ખડે પગે સેવા આપનાર પોલીસ તંત્રના પોલીસ […]

Gujarat Others
2c8d2d3b11a9c5dae614b4dbce3a7782 #લોકડાઉન/ સાબરકાંઠામાં નગરજનોએ પુષ્પ વર્ષા કરી ખડેપગે સેવા આપનાર પોલીસકર્મીઓનું કર્યું અભિવાદન

સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આવેલ બજાર ચોક વિસ્તારમાં આવેલ રહેણાંક વિસ્તારોમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી.ચંપાવતના માર્ગદર્શન હેઠળ બજાર વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફલેગ માર્ચ દરમ્યાન પ્રાંતિજ પોલીસનું ઠેરઠેર પુષ્પોની વર્ષાથી અભિવાદન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાની મહામારીમાં 40 થી પણ વધારે  ડીગ્રી ગરમીમાં ખડે પગે સેવા આપનાર પોલીસ તંત્રના પોલીસ કર્મીઓનુ બજાર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી પ્રાણજીવનદાસ સ્વામીએ પ્રાંતિજ પીએસાઇ  બી.ડી.રાઠોડ તથા મહિલા પીએસાઇ પી.ડી.ચૌધરી નું ફુલ છડી આપી આશીર્વાદ આપ્યા હતાં.

આ ઉપરાંત ગુજ્જરની પોળ  , પંડયા પોળ , દેસાઇની પોળ  , સોનીવાડા નાકા સહિત વિસ્તારોના નાગરિકોએ પોત પોતાની અગાસીઓ તેમજ ઝરૂખામાથી ધર આગળ ઉભા રહીને પુષ્પ વર્ષા કરી હતી તો ભારત માતાકી જય ના જય ધોષ સાથે સન્માન કર્યું હતું તો દેશ કોરોના ની મહામારીમા સપડાયેલો છે, ત્યારે આવી જીવલેણ વાયરસની પરિસ્થિતિમાં પણ પોલીસ જવાનો , હોર્મગાડ જવાનો , ટીઆરબી ના જવાનો નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યાં છે ત્યારે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતા પોલીસ કર્મીઓનું પ્રાંતિજના વિવિધ  વિસ્તારોમાં પુષ્પ વર્ષાથી અભિવાદન કરવામા આવ્યું હતું .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.