Not Set/ લોક ગાયિકા ગીતા રબારી થયા સેલ્ફ કોરોન્ટાઈન, જાણો શું છે કારણ

પોરબંદરના સાંસદ રમેશ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ જાણીતા લોકગાયિકા ગીતા રબારી પણ સેલ્ફ કવોરંટાઈન થયા છે. સાંસદ દ્વારા કરવામાં આવેલી જન્માષ્ટમીની ઉજવણીમાં પોતે હાજર સાંસદ અને તેના પરિવારનાં સંપર્કમાં આવ્યા હોવાથી તેમણે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હાલ ગીતા રબારીને કોરોનાનાં કોઈ લક્ષણ નથી. પરંતુ સાવચેતી ખાતર તેઓ સેલ્ફ […]

Gujarat Others
cd95e999c892ca5fc0c97ddc3080cf8e લોક ગાયિકા ગીતા રબારી થયા સેલ્ફ કોરોન્ટાઈન, જાણો શું છે કારણ

પોરબંદરના સાંસદ રમેશ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ જાણીતા લોકગાયિકા ગીતા રબારી પણ સેલ્ફ કવોરંટાઈન થયા છે. સાંસદ દ્વારા કરવામાં આવેલી જન્માષ્ટમીની ઉજવણીમાં પોતે હાજર સાંસદ અને તેના પરિવારનાં સંપર્કમાં આવ્યા હોવાથી તેમણે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હાલ ગીતા રબારીને કોરોનાનાં કોઈ લક્ષણ નથી. પરંતુ સાવચેતી ખાતર તેઓ સેલ્ફ કવોરંટાઈન થયા છે. 

આપને જણાવી દઈએ કે, પોરબંદરના સાંસદ રમેશ ધડુકના ઘરે 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગીતા રબારી પણ જોડાયા હતા. તે સમયે તેઓ રમેશ ધડુક, તેમના પુત્રવધુના સંપર્કમાં આવ્યા હતા.  ધડુક પરિવારના 3 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ લોક ગાયિકા ગીતા રબારી પણ હવે સેલ્ફ કોરોન્ટાઇન થયા છે. 

 ગીતા રબારી સહિતના કલાકારો હાજર : જન્માષ્ટમીના દિવસે સાંસદના બંગલે આયોજીત કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવમાં કલાકાર ગીતાબેન રબારી સહિતના કલાકારો હાજર રહ્યા હતા. આ અંગેની તસવીરો પણ સામે આવી છે. હવે કાર્યક્રમમાં હાજર ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાજર રહેલા અન્ય લોકોની ચિંતામાં પણ વધારો થયો છે. આ ઉપરાંત સાંસદ રમેશ ધડુકે ફેસબુક પોસ્ટ કરીને લોકોને અપીલ કરી છે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકો સ્વેચ્છાએ ક્વૉરન્ટીન થઈ જાય.

 મળતી વિગતો પ્રમાણે હાલ, ત્રણેયની તબિયત સારી છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિ આવ્યા પછી સાંસદ રમેશભાઈ પોતાના ગોંડલ સ્થિત ઘરે હોમ આઇસોલેટ થયા છે. સોશિયલ મીડિયા મારફત તેમને આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, આજ રોજ મારો કરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. તેથી મારા સંપર્કમાં આવેલ હોય તે તમામ લોકો સ્વેચ્છાએ હોમ કવોરન્ટાઇન થઇ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન