Not Set/ લોક ડાઉન 4.0 છૂટ તો આપી, ધંધા રોજગાર પણ ચાલુ પણ થઈ ગયાં પરંતુ…..

લોક ડાઉનના છૂટ તો આપી ધંધા રોજગાર ચાલુ પણ થઈ ગયા પણ કર્મચારીઓ વતન જતા રહ્યા અને લિકવિડીના કારણે રોજગાર પર માઠી અસર થઈ રહી છે. માલ નું ઉત્પાદન થઈ રહ્યું છે પણ વેચાણ નહિ થતા ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. લોક ડાઉન 4 ની જાહેરાત બાદ લગભગ ઇન્ડસ્ટ્રીઝ માં છૂટ આપવામાં […]

Business
b837540a4d54e89072f4563370f064f8 લોક ડાઉન 4.0 છૂટ તો આપી, ધંધા રોજગાર પણ ચાલુ પણ થઈ ગયાં પરંતુ.....

લોક ડાઉનના છૂટ તો આપી ધંધા રોજગાર ચાલુ પણ થઈ ગયા પણ કર્મચારીઓ વતન જતા રહ્યા અને લિકવિડીના કારણે રોજગાર પર માઠી અસર થઈ રહી છે. માલ નું ઉત્પાદન થઈ રહ્યું છે પણ વેચાણ નહિ થતા ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

લોક ડાઉન 4 ની જાહેરાત બાદ લગભગ ઇન્ડસ્ટ્રીઝ માં છૂટ આપવામાં આવી એટલે વેપારીઓને આંશિક રાહત તો થઈ છે. પણ ખરી કસોટી હવે થવાની છે કારણ કે પહેલા જેવો બિઝનેશ એકદમથી શરૂ નહિ થઈ શકે અને જો ઉત્પાદન સામે વેચાણ નહીં થાય તો વેપારમાં ભારે નુકશાન રહેશે. હાલમાં પણ ભારે તકલીફ થાઇ રહી છે. યુપી બિહાર એમપી રાજસ્થાનના જે શ્રમિકો હતા તે વતન જતા રહ્યા છે બીજી તરફ ગુજરાતી શ્રમિકો પણ પ્રાંતીય મજૂર જેટલું કામ ન કરી શકે ચોક્કસ તાપમાન કે અન્ય મજૂરી કામ ગુજરાતી કારીગરો ના જ કરી શકે.  હાલમાં 20 ટકા જેટલું જ કામ થઈ રહ્યું છે.  અને હવે એ શ્રમિકો જુલાઈ સુધી આવે એવી શક્યતા ઓછી છે કારણ કે અમદાવાદમાં જે પ્રમાણે કોરોનાના આંકડા આવી રહ્યા છે જેથી તેના પરિવારજનો પણ એ પહેલાં નહીં આવવા દે જેથી હાલાકી નો સામનો કરવો પડશે.

તો બીજી એક સ્થિતિ એ પણ થશે કે ઉત્પાદન ચાલુ થઈ જશે.  ભલે ઓછું ઉત્પાદન થાય પણ યોગ્ય રીતે રિટેઇલ બિઝનેશ ચાલુ નથી થયો એક્સપોર્ટ પણ ચાલુ નથી થયું અને કેટલુંક મટીરીયલ બનાવવા માટે ઈમ્પોર્ટ પણ કરવું પડતું હોય છે એટલે કે ઉત્પાદન સામે વેચાણ નહિ હોય જેથી આર્થિક ફટકો પડશે. આવા સમયે સરકારે લાઈટ બિલ અને અન્ય ટેક્ષમાં પણ રાહત આપવી પડશે  અને બજારમાં લિકવિડી વધે એ પ્રકારના પગલાં સરકારે લેવા પડશે નહિ તો ઘણા ઉદ્યોગ બંધ થવાની શકયતા રહેલી છે.

હાલમાં સરકારે મસ મોટું એટલે કે 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે તો પણ તેની અસર બજાર પર જે થવી જોઇએ એ નથી દેખાઈ રહી. સાથે જ જ્યાં સુધી રિટેઇલ અને હોલસેલ બજાર સંપૂર્ણ ચાલુ નહીં થાય ત્યાં સુધી ઉદ્યોગોની હાલત ખસ્તા રહેશે એ હકીકત છે. બીજી તરફ સરકારે પણ હજી કેટલાક પગલાંઓ લઈ ઉદ્યોગોમાં પ્રાણ ફૂંકવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.