Not Set/ લો બોલો!! હાથરસ કેસનાં આરોપીઓને જેલમાં મળવા પહોંચ્યા BJP સાંસદ

  હાથરસમાં કથિત ગેંગરેપનો મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. જ્યારે વિપક્ષી પાર્ટીઓ આ મામલે સરકારની ઘેરાબંધી કરી રહી છે, ત્યારે સરકારે આ મામલાની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવા માટે કેન્દ્ર સરકારને પત્ર મોકલ્યો છે. ભાજપનાં સ્થાનિક સાંસદ રાજવીર સિંહ દિલેર આ મામલાનાં ચારેય આરોપીઓને મળવા જેલ પહોંચ્યા હતા, પરંતુ જેલરે તેમને મળવા દેવાની ના […]

Uncategorized
9ed01dc7b1a2b6efaf0849bde12bf585 1 લો બોલો!! હાથરસ કેસનાં આરોપીઓને જેલમાં મળવા પહોંચ્યા BJP સાંસદ
 

હાથરસમાં કથિત ગેંગરેપનો મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. જ્યારે વિપક્ષી પાર્ટીઓ આ મામલે સરકારની ઘેરાબંધી કરી રહી છે, ત્યારે સરકારે આ મામલાની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવા માટે કેન્દ્ર સરકારને પત્ર મોકલ્યો છે. ભાજપનાં સ્થાનિક સાંસદ રાજવીર સિંહ દિલેર આ મામલાનાં ચારેય આરોપીઓને મળવા જેલ પહોંચ્યા હતા, પરંતુ જેલરે તેમને મળવા દેવાની ના પાડી હતી. જોકે સાંસદે આ વાતને નકારી કાઠી છે કે તે આરોપીઓને મળવા ગયા હતા. તે કહે છે કે જેલર સાથે તેમના અંગત સંબંધ છે. જેલરે આ બાબતે બોલવાની ના પાડી છે.

અગાઉ ભાજપનાં પૂર્વ ધારાસભ્ય રાજવીર પહેલવાનનાં ઘરે સર્વસમાજની પંચાયતમાં ગેંગરેપ કેસમાં જેલ મોકલવામાં આવેલા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા. આ દરમિયાન, યુપી સરકાર દ્વારા સીબીઆઈ સમક્ષ સમગ્ર મામલાની તપાસનાં નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. પૂર્વ ધારાસભ્યનાં નિવાસસ્થાને યોજાયેલી મહાપંચાયતમાં રાજવીરે જણાવ્યું હતું કે, 14 સપ્ટેમ્બરે ઘટના સમયે પીડિતા અને તેની માતાએ પોલીસ સ્ટેશન અને જિલ્લા હોસ્પિટલમાં ઘટનાની સત્યતા વિશે જણાવ્યું હતું, પરંતુ પોલીસે તેના નિવેદનોની અવગણના કરી હતી. પોલીસે દબાણમાં આવીને ગેંગરેપ જેવી કલમોમાં લોકોને પકડ્યા અને જેલમાં મોકલી દીધા.

પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે, વાસ્તવિકતા કંઈક બીજી છે. તેના વિશે તમામ જિલ્લો જાણે છે. તેમણે મીડિયા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. કહ્યું કે, સીએમ યોગી આદિત્યનાથે સીબીઆઈ તપાસનાં આદેશ આપ્યા છે, હવે દૂધનું દૂધ અને પાણી પાણીનું થઇ જશે. તેમણે કહ્યું કે, એસઆઈટી અધિકારીઓ સાથે વાતચીત થઈ છે. તે આરોપી પરિવારોનું નિવેદન નોંધશે. આ પ્રસંગે, પૂર્વ ધારાસભ્યએ એસઆઈટીનાં અધિકારીઓ સાથે ચાર વકીલોને મળવાની જવાબદારી પણ સોંપી હતી. પૂર્વ ધારાસભ્યનાં પુત્ર મનવીરસિંહે કહ્યું કે, પોલીસ દ્વારા જેમને જેલમાં મોકલવામાં આવ્યા છે તે નિર્દોષ છે. મેડિકલ રિપોર્ટમાં કોઈ પણ બળાત્કારની પુષ્ટિ થઈ નથી. મીડિયાએ સુનાવણી હાથ ધરી અને માંગ કરી હતી કે તેમને ફાંસી આપવામાં આવે, જે પરિવારોની સાથે સંપૂર્ણ અન્યાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.