Not Set/ મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 જુલાઈ સુધી લંબાવાયું, ‘મિશન બિગેન અગેન’ની થઇ શરૂઆત

દેશમાં કોરોના વાયરસ સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દેશભરમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોને કોરોના ચેપ લાગ્યો છે. જ્યારે 16 હજારથી વધુ લોકોના મોત પણ થયા છે. દેશના 8 રાજ્યો કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે અને અહીંથી કુલ કેસમાંથી 85 ટકા કેસ દૈનિક આવે છે. જેમાં મહારાષ્ટ્ર અને દિલ્હી મોખરે છે. કોરોનાના વધતા […]

Uncategorized
630b6f9ff00a9b19190db6007c44f665 મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 જુલાઈ સુધી લંબાવાયું, 'મિશન બિગેન અગેન'ની થઇ શરૂઆત
630b6f9ff00a9b19190db6007c44f665 મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 જુલાઈ સુધી લંબાવાયું, 'મિશન બિગેન અગેન'ની થઇ શરૂઆત

દેશમાં કોરોના વાયરસ સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દેશભરમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોને કોરોના ચેપ લાગ્યો છે. જ્યારે 16 હજારથી વધુ લોકોના મોત પણ થયા છે. દેશના 8 રાજ્યો કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે અને અહીંથી કુલ કેસમાંથી 85 ટકા કેસ દૈનિક આવે છે. જેમાં મહારાષ્ટ્ર અને દિલ્હી મોખરે છે. કોરોનાના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 જુલાઇ સુધી વધારવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં જરૂરી ચીજવસ્તુઓની દુકાનો પહેલાની જેમ ખુલી રહેશે. અન્ય દુકાન આ વખતે લોકડાઉનમાં ખોલવામાં આવશે. પરંતુ ઓડ ઇવનની તર્જ પર ખુલશે. જ્યારે મર્યાદિત લોકો સાથેની ઓફિસો, મર્યાદિત લોકો સાથે ટ્રેનો શરૂ થશે. જેવું પહેલાં હતું.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું હતું કે 30 જૂન પછી પણ રાજ્યમાં લોકડાઉન પ્રતિબંધો ચાલુ રહેશે. ટેલિવિઝન સંબોધનમાં ઠાકરેએ પ્રતિબંધોને નકારી કાઢતાં કહ્યું કે રાજ્યમાં હજી પણ કોરોના વાયરસનો ખતરો છે. ઠાકરેએ કહ્યું કે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે, અનલોકની પ્રક્રિયા ધીરે ધીરે અમલમાં મૂકાઇ રહી છે, જેને ‘મિશન બીગન અગેન’ નામ આપવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત મુંબઈમાં ‘ચેઝ ઢ વાયરસ’ પહેલના સારા પરિણામો મળ્યા હતા અને હવે તેનો અમલ રાજ્યના અન્ય ભાગોમાં પણ કરવામાં આવશે. આ અભિયાનના ભાગ રૂપે, કોવિડ -19 દર્દીના નજીકના સંપર્કમાં રહેલા 15 લોકોને આવશ્યકપણે સંસ્થાકીય અલગતા કેન્દ્રમાં રાખવામાં આવશે, જ્યારે સમુદાયના નેતાઓ લોકોને સંસ્થાકીય અલગતા કેન્દ્રમાં અન્ય રોગો, ખોરાક અને અન્ય સુવિધાઓ વિશે માહિતી આપશે. . ઉપરાંત, તેઓ ક્લિનિકના સમય વિશે પણ જણાવશે.

મહારાષ્ટ્ર સિવાય પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં લોકડાઉન 31 જુલાઇ સુધી લંબાવવામાં આવ્યું છે. આ સાથે પંજાબ અને તેલંગાણામાં લોકડાઉન આગળ વધવાના સંકેત મળી રહ્યા છે. જ્યારે કર્ણાટક સરકારે રાજ્યમાં કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દર રવિવારે સંપૂર્ણ લોકડાઉન સહિતના ઘણા નિર્ણયો લીધા હતા. રવિવારે સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય 5 જુલાઈથી અમલમાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.