Not Set/ ભારે વરસાદનાં કારણે જમ્મુમાં રોકાઈ અમરનાથ યાત્રા, શ્રદ્ધાળુઓ થયા ગમગીન

  શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે અને ભગવાન શિવની આરાધના થવા પણ લાગી છે. લોકો શિવજીને ભજી રહ્યા છે, ત્યારે અમરનાથ યાત્રા માટે ગયેલા શ્રદ્ધાળુઓ માટે એક અનિચ્છનીય સમાચાર આવ્યા છે. જણાવી દઈએ કે ભગવતીનગર બેસ કેમ્પથી અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. ભારે વરસાદનાં કારણે હાઇવે બંધ થઇ ગયા છે અને મોસમ પણ […]

Uncategorized
596785307 agraamarnathstory647071117054944 6 ભારે વરસાદનાં કારણે જમ્મુમાં રોકાઈ અમરનાથ યાત્રા, શ્રદ્ધાળુઓ થયા ગમગીન

 

શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે અને ભગવાન શિવની આરાધના થવા પણ લાગી છે. લોકો શિવજીને ભજી રહ્યા છે, ત્યારે અમરનાથ યાત્રા માટે ગયેલા શ્રદ્ધાળુઓ માટે એક અનિચ્છનીય સમાચાર આવ્યા છે.

જણાવી દઈએ કે ભગવતીનગર બેસ કેમ્પથી અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. ભારે વરસાદનાં કારણે હાઇવે બંધ થઇ ગયા છે અને મોસમ પણ એકદમ ખરાબ છે એવું અધિકારોએ જણાવ્યું હતું. પ્રતિકૂળ મોસમને કારણે કોઇ પણ યાત્રાળુઓને આગળ વધી શકાય તેવી પરિસ્થિતિ ના હોવાના કારણે ભક્તોમાં ગમગીન ઉદાસી જોવા મળી હતી.

Amarnath Yatra 2018 ભારે વરસાદનાં કારણે જમ્મુમાં રોકાઈ અમરનાથ યાત્રા, શ્રદ્ધાળુઓ થયા ગમગીન

60 દિવસની આ વાર્ષિક યાત્રા 28 જુનથી બે માર્ગેથી શરૂ થઇ હતી. આ યાત્રાનો અંત 26 ઓગસ્ટના રક્ષાબંધનનાં તહેવારના દિવસે પૂર્ણ થશે. છેલ્લી સાંજ સુધી, 2,78,878 યાત્રાળુઓએ અમરનાથ ગુફા મંદિર ખાતે દર્શન કરી ચુક્યા છે.