Not Set/ ‘વંદે ભારત મિશન’  અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીઓને કેરળ લઇને પહોંચી પહેલી ફ્લાઇટ

કોરોનાવાયરસને કારણે દેશમાં ચાલી રહેલા લોકડાઉનનાં કારણે ફસાયેલા ભારતીયોને પરત લાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સરકારે તેનું નામ ‘વંદે ભારત મિશન‘ રાખ્યું છે. ‘વંદે ભારત મિશન‘ અંતર્ગત અબુધાબી અને દુબઈથી 363 ભારતીયોને આજે ઘરે પરત લાવવામાં આવ્યા હતા. ગુરુવારે રાત્રે બંને ખાસ ફ્લાઇટ્સ કેરળમાં પહોંચી હતી. ભારતીય નાગરિકોને લઇને એર ઈન્ડિયા એક્સપ્રેસનું પહેલું વિમાન […]

India
2b7036b510b4d238adfb0ea7879641c4 1 'વંદે ભારત મિશન'  અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીઓને કેરળ લઇને પહોંચી પહેલી ફ્લાઇટ

કોરોનાવાયરસને કારણે દેશમાં ચાલી રહેલા લોકડાઉનનાં કારણે ફસાયેલા ભારતીયોને પરત લાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સરકારે તેનું નામ વંદે ભારત મિશનરાખ્યું છે. વંદે ભારત મિશનઅંતર્ગત અબુધાબી અને દુબઈથી 363 ભારતીયોને આજે ઘરે પરત લાવવામાં આવ્યા હતા. ગુરુવારે રાત્રે બંને ખાસ ફ્લાઇટ્સ કેરળમાં પહોંચી હતી.

ભારતીય નાગરિકોને લઇને એર ઈન્ડિયા એક્સપ્રેસનું પહેલું વિમાન ગુરુવારે અબુધાબીથી કેરળનાં કોચી પહોંચ્યું હતું. વિમાન અબુધાબીથી કોચી માટે સ્થાનિક સમય અનુસાર સાંજે 05.07 વાગ્યે ઉડાન ભરી હતી. વળી બીજી ફ્લાઇટ કોઝિકોડ માટે રવાના થઇ હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસનાં પ્રવક્તાએ જણાવ્યું કે, ચાર નવજાત અને 177 મુસાફરોને લઇને પહેલી ફ્લાઇટ રાત્રે 10.09 વાગ્યે કોચિ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરી હતી. કેરળ સરકારનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, પરત આવેલા નાગરિકોને તેમના સંબંધિત જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલા ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં રાખવામાં આવશે. બીજી તરફ, માલદીવમાં ફસાયેલા ભારતીયોને લાવવા નૌકાદળનું યુદ્ધ જહાજ આઈએનએસ જલાશ્વા માલે પહોંચી ગયું છે. આઈએનએસ જલાશ્વ શુક્રવારે સાંજ સુધીમાં આશરે 750 લોકો સાથે કોચી આવવા રવાના થશે. આ પછી, આઈએનએસ લગભગ 250 લોકો સાથે દેશ પરત ફરશે. સામાજિક અંતર અને તબીબી સુવિધાઓને લીધે, નૌકાદળ ફક્ત પ્રથમ બેચમાં માલેથી 1,000 લોકોને લાવશે. લગભગ 3,500 ભારતીય લોકો માલદીવમાં ફસાયેલા છે.

આપને જણાવી દઈએ કે, મંગળવારે ભારત સરકારે કોરોના વાયરસનાં રોગચાળાને કારણે અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે એક મોટી યોજના તૈયાર કરી હતી. આ અંતર્ગત વિદેશમાં ફસાયેલા 14,800 લોકોને પરત લાવવા માટે આગામી સપ્તાહ સુધી ઓછામાં ઓછી 64 ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. યુ.એસ., કુવૈત, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, યુકે, સાઉદી અરેબિયા, મલેશિયા અને સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) માટે ખાસ ફ્લાઇટ્સ મોકલવામાં આવશે. જેમા મોટાભાગની ફ્લાઇટ્સ એર ઇન્ડિયા દ્વારા સંચાલિત કરવામાં આવશે. લોકોને પાછા લાવતા સમયે, સામાજિક અંતરનું પણ કડક પાલન કરવામાં આવશે અને આ વિશિષ્ટ ફ્લાઇટ્સમાં ફક્ત 200 થી 300 મુસાફરોને બેસાડવા આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.