Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 35મી વખત મનકી બાત કરી

નરેન્દ્ર્ મોદીએ રવિવારે 35મી વખત મનકી બાત કરી રહ્યા છે. જેમાં તેમણે ડેરા સચ્ચા સૌદના પ્રમુખ ગુરમીત રામ રહીમને પંચકૂલા કોર્ટે દોષી જાહેર કર્યા બાદ તેમના સમર્થકોએ કરેલી હિંસાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, દરેકે કાનૂન સામે ઝૂકવું પડશે.મોદીએ કહ્યું, “125 વર્ષ પૂર્વે લોકમાન્ય તિલકે આ પરંપરાને જન્મ આપ્યો હતો. આ પર્વને એકતા સમતા અને સૂચિતાનું […]

India
modi mann 1503811617 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 35મી વખત મનકી બાત કરી

નરેન્દ્ર્ મોદીએ રવિવારે 35મી વખત મનકી બાત કરી રહ્યા છે. જેમાં તેમણે ડેરા સચ્ચા સૌદના પ્રમુખ ગુરમીત રામ રહીમને પંચકૂલા કોર્ટે દોષી જાહેર કર્યા બાદ તેમના સમર્થકોએ કરેલી હિંસાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, દરેકે કાનૂન સામે ઝૂકવું પડશે.મોદીએ કહ્યું, “125 વર્ષ પૂર્વે લોકમાન્ય તિલકે આ પરંપરાને જન્મ આપ્યો હતો. આ પર્વને એકતા સમતા અને સૂચિતાનું પ્રતીક કહેવામાં આવે છે. કેરળમાં ઓણમ મનાવવામાં આવી રહ્યું છે.”ઓણમનું પર્વ કેરળની સાંસ્કૃતિક ધરોહરને પ્રદર્શિત કરે છે. હવે આપણા તહેવારો ટુરિઝમના પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ગુજરાતમાં નવરાત્રિ પણ ટુરિઝમ માટે આકર્ષણનું પર્વ બની ગયા છે. તહેવાર આપણા માટે આસ્થા અને વિશ્વાસનું પ્રતીક તો છે જ, તેને સ્વચ્છતાનું પ્રતીક પણ બનાવવા જોઇએ. સાર્વજનિક રૂપે સ્વચ્છતાનો આગ્રહ ફક્ત ઘરમાં જ નહીં, પણ પોતાના ગામ, શહેર અને દેશમાં પણ હોવો જોઇએ. તહેવારોને સ્વચ્છતા સાથે સાંકળવા જ જોઇએ.”ગણેશોત્વસમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ લાવવી જોઇએ. દરેક પરિવારમાં એન્વાયરમેન્ટની સજાગતા આ ગણેશોત્સવમાં મોટા પાયે જોવા મળી રહી છે. આપણો દેશ કરોડો તેજસ્વી મગજોથી ભરેલો છે. ભારતના એક સજ્જને વિશિષ્ટ રીતે માટી ભેગી કરીને ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું છે. 2 ઓક્ટોબરે જ્યારે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું તેને 3 વર્ષ પૂરાં થશે.”મોદીએ કહ્યું, “આપણો દેશ વિવિધતાઓથી ભરેલો છે. આપણા ખાન-પાન, રહેન-સહેનમાં પણ વિવિધતા જોવા મળે છે, તહેવારોમાં પણ વિવિધતાઓ જોવા મળે છે. આપણો દેશ તહેવારોથી ભરેલો છે. દરેક તહેવાર પ્રકૃતિના સમય પ્રમાણે ચાલે છે.”સંવત્સરી અને પર્યુષણ નિમિત્તે સૌને કહ્યું, મિચ્છામિ દુક્કડમ. મોદીએ કહ્યું, “પર્યુષણને ક્ષમાવાણી પર્વ કહે છે. શાસ્ત્રોમાં કહ્યું છે ક્ષમા વીરસ્ય ભૂષણમ્. શેક્સપિયરે કહેલું ક્ષમા કરનારો અને જેને ક્ષમા આપી હોય , તે બંનેને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.”મોદીએ કહ્યું, “હું તમને સૌને ફરી આહ્વાન કરું છું, કે ગાંધી જયંતી પહેલા સ્વચ્છતા એ જ સેવાની ઝુંબેશ ચલાવો. જે પણ અવસર મળે, સ્વચ્છતાનો પ્રચાર કરો અને લોકોને જોડે. આને નવરાત્રિ, દિવાળીની તૈયારીઓ તરીકે શરૂ કરો. હું દરેક કોલેજ, શાળા, સરકારના અધિકારીઓ, કલેક્ટર્સ, સંસ્થાઓને અનુરોધ કરું છું કે આ વખતની 2 ઓક્ટોબર સાચે જ ગાંધીના સ્વપ્નો વાળી ગાંધીજયંતી બની જાય. આ વખતે સ્વચ્છ 2 ઓક્ટોબર ઊજવવાનો સંકલ્પ કરો.