Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી ઈન્દ્રધનુષ મિશનની શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માદરે વતન પહોચ્યા છે ઉલ્લેખનીય છે કે તેઓ 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે છેે અને તેમની ગુજરાત યાત્રાનો આજે બીજો દીવસ છે.પીએમ મોદીએ વડનગરમાં નિર્માણ મેડિકલ કોલેજ તથા 300 બેડની સુવિધાથી સજ્જ એવા હોસ્પિટલનુ લોકાર્પણ કર્યુ તેમની સાથે સીએમ વિજય રૂપાણી તથા ડેપ્યુટી સીએમ નીતીનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહયા હતા તો […]

Top Stories India
narendra modi 7593 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી ઈન્દ્રધનુષ મિશનની શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માદરે વતન પહોચ્યા છે ઉલ્લેખનીય છે કે તેઓ 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે છેે અને તેમની ગુજરાત યાત્રાનો આજે બીજો દીવસ છે.પીએમ મોદીએ વડનગરમાં નિર્માણ મેડિકલ કોલેજ તથા 300 બેડની સુવિધાથી સજ્જ એવા હોસ્પિટલનુ લોકાર્પણ કર્યુ તેમની સાથે સીએમ વિજય રૂપાણી તથા ડેપ્યુટી સીએમ નીતીનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહયા હતા તો મોદીએ કોલેજનુ બારીકાઈ પુર્વક  નિરીક્ષણ કર્યુ હતુ તો મેડિકલ સ્ટુડન્ટસ સાથે પણ વાતચીત કરી હતી.ત્યારબાદ મોદી ઈન્દ્રધનુષ મિશનની શરૂઆત એક બાળકને ટીકાકરણનો ડોઝ આપીને કરાવી હતી,માહીતી પત્રિકા અને બુકલેટનુ પણ વિતરણ કરવવામાં આવ્યુ.  ઉલ્લેખનીય છે કે ઈન્દ્રધનુષએ રોગપ્રતિકારક રસી છે અને જેનાથી એક પણ બાળક બાકાત ના રહી જાય તે માટે આ મિશનની શરૂઆત કરાવવામાં આવી છે.17 શહેરી ક્ષેત્રોમાં 250 જેટલી આશાબહેનો આ મિશનમાં કાર્યરત રહેશે તો આરોગ્ય કર્મચારીને ઈ-ટેબલેટનુ વિતરણ કરવામાં આવ્યુ.સેવા રૂરલ સાથે મળી એક મોબાઈલ એપની શરૂઆત કરવામાં આવી છે જેનુ નામ છે આઈએમટેકનોએપ જેના દ્રારા રજીસ્ટ્રેશન,કાઉન્સેલિંગ,ગણતરી,નિદાન સહેલાઈથી કરી શકાશે તો દવાના જથ્થાનુ પણ એર્લટ તે આપશે તો આ એપ દ્રારા આરોગ્ય ક્ષેત્રે પણ ડીઝીટલ ઈન્ડિયા કરવામાં આવ્યુ છે.