Not Set/  વડાપ્રધાન મુદ્રા યોજનાએ 8 કરોડથી વધારે લોકોને આપી 3.42 કરોડની લોન

વડાપ્રધાન મુદ્રા યોજનાએ નાના ઉદ્યોગકારોને ઈન્સ્ટિટ્યૂશનલ ફાઈનાન્સ પ્રાપ્ત કરાવનારી દેશભરમાં આશરે સાડા પાંચ કરોડ નવા રોજગારનું સર્જન કર્યું છે. આ માહિતી સ્કોચ નામની એક સંસ્થા દ્વારા જાહેર થયેલા એક રીપોર્ટ દ્વારા પ્રાપ્ત થઈ છે.કર્ણાટક, તામિલનાડુ, અને મહારાષ્ટ્ર જેવા ઔદ્યોગિક રાજ્યોને વડાપ્રધાન મુદ્રા યોજના દ્વારા સૌથી મોટો ફાયદો થયો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 એપ્રિલ 2015ના રોજ […]

India Business
Pradhan Mantri MUDRA Bank Yojana  વડાપ્રધાન મુદ્રા યોજનાએ 8 કરોડથી વધારે લોકોને આપી 3.42 કરોડની લોન

વડાપ્રધાન મુદ્રા યોજનાએ નાના ઉદ્યોગકારોને ઈન્સ્ટિટ્યૂશનલ ફાઈનાન્સ પ્રાપ્ત કરાવનારી દેશભરમાં આશરે સાડા પાંચ કરોડ નવા રોજગારનું સર્જન કર્યું છે. આ માહિતી સ્કોચ નામની એક સંસ્થા દ્વારા જાહેર થયેલા એક રીપોર્ટ દ્વારા પ્રાપ્ત થઈ છે.કર્ણાટક, તામિલનાડુ, અને મહારાષ્ટ્ર જેવા ઔદ્યોગિક રાજ્યોને વડાપ્રધાન મુદ્રા યોજના દ્વારા સૌથી મોટો ફાયદો થયો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 એપ્રિલ 2015ના રોજ આ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાને શરૂ કરવાનો ઉદ્દેશ્ય એવા લોકોને ફંડ પ્રાપ્ત કરાવી આપવાનો છે કે જે લોકો ઓછા બજેટના કારણે પોતાનો ઉદ્યોગ શરૂ નથી કરી શકતાં.અત્યાર સુધીમાં 8 કરોડથી વધારે લોકોને આ યોજના શરૂ થવાથી 3.42 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે.મુદ્રા યોજના અંતર્ગત નોન એગ્રિકલ્ચર એક્ટિવિટી માટે આશરે 10 લાખ રૂપિયા સુધીની લોન પ્રાપ્ત થઈ શકે છે. આ સિવાય એગ્રિકલ્ચર સાથે જોડાયેલા ડેરી, પોલ્ટ્રી, અને મધમાખી પાલન જેવા ઉદ્યોગો માટે પણ મુદ્રા યોજના અંતર્ગત લોન પ્રાપ્ત થાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુદ્રા યોજનાનુ લોન્ચિંગ કરતી વખતે જણાવ્યું હતુ કે દેશને એવા ઉદ્યોગપતિઓની જરુર છે કે જે અન્ય લોકોને પણ રોજગારી આપી શકે. આ ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન મોદીએ મુદ્રા યોજના અંતર્ગત નાના ઉદ્યોગપતિઓને લોન આપવાની વાત કરી હતી જે લોકોને લોન આપવામાં આવી છે તેમાં મોટા ભાગના લોકો નાના ઉદ્યોગકારો છે. તો આ સાથે જ આમાંથી કેટલાય લોકો એવા પણ છે કે જે લોકો પોતાની પાસે પૂરતી આર્થિક વ્યવસ્થા ન હોવાના કારણે પોતાનો ધંધો શરૂ નહોતા કરી શકતાં.