Not Set/ વડોદરા/ આડા સંબંધના વહેમમાં પતિએ મિત્રો સાથે મળી પત્નીની કરી હત્યા, દીકરીને કહ્યું….

રાજ્યમાં કોરોના કેસની સાથે સાથે હત્યાની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. અમદાવાદ અને સુરત બાદ હવે વડોદરામાં હત્યાની ઘટના સામે આવી છે.અહીં એક પતિએ તેની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પતિને તેની પત્ની પર શંકા હતી કે તેના કોઈની સાથે આડા સબંધ છે. શંકા પર પત્નીએ તેની દીકરી સાથે જ પત્નીની હત્યા […]

Gujarat Vadodara
0a74359e085224abb21cb186e099e93a વડોદરા/ આડા સંબંધના વહેમમાં પતિએ મિત્રો સાથે મળી પત્નીની કરી હત્યા, દીકરીને કહ્યું....

રાજ્યમાં કોરોના કેસની સાથે સાથે હત્યાની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. અમદાવાદ અને સુરત બાદ હવે વડોદરામાં હત્યાની ઘટના સામે આવી છે.અહીં એક પતિએ તેની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પતિને તેની પત્ની પર શંકા હતી કે તેના કોઈની સાથે આડા સબંધ છે. શંકા પર પત્નીએ તેની દીકરી સાથે જ પત્નીની હત્યા કરી હતી. બાદમાં દીકરીની પણ જાણથી મારી નાંખવાની ઘમકી આપી હતી. હાલ આ મામલે પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલા ચુનારાવાસમાં રહેતો અમિત ચુનારાએ મિત્રોની મદદથી પત્ની સપનાની ઓશિકાથી મોંઢુ દબાવી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે. છેલ્લા કેટલાક સમયથી અમિતને પત્ની સપનાના રિકી સોલંકી નામના ખંભાતના પુરૂષ સાથે આડા સંબધ હોવાની શંકા હતી, જેના કારણે અવાર-નવાર બંને વચ્ચે ઝઘડો થતો હતો. દરમિયાન પતિએ તેના બે મિત્રોની મદદ લઇ નિંદ્રાધિન પત્ની સપનાનું ઓશિકાથી મોંઢુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

 આ ઘટના દીકરી જીગીશા જોઈ ગઈ હતી. પિતા અને તેમના બે મિત્રો માતાને મારી રહ્યા હોવાનું જોતા જ તે રડવા લાગી હતી. પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિ અમિતે રડી રહેલી દીકરીને જણાવ્યું કે, તું રડીશ નહીં, તારા માટે બીજી મમ્મી લઇ આવીશ અને જો આ વાત કોઇને કહીશ તો તને પણ મારી નાંખીશ. ત્યારબાદ પત્ની માટે હત્યા નક્કી કરેલી રકમ બે મિત્રોને આપીને ફરાર થઇ ગયો હતો.

ઘટના બાદ અજુબાજુના લોકોના ટોળે ટોળા વળ્યા હતા. તો પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.