Not Set/ વડોદરા દારૂ મહેફીલઃ જીતેન્દ્ર શાહ સહિત ચાર આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર, કોણ ઝડપાયું છે રેડમાં?, જાણો

વડોદરા: વડોદરા અખંડ ફાર્મહાઉસમાં  પોલીસે રેડ પાડીને 136 મહિલાઓ સહિત 273 લોકોને માલેતુજારોને ઝડપી પાડી તેમની સામે દારૂબંધીન નવા આવેલા નિયમ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જીતેન્દ્ર શાહ સહિત ચાર આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર મોડી રાતે જજ સમક્ષ આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા. ઉદ્યોગપતિ જીતેન્દ્ર શાહની પૌત્રીની સગાઈમાં દારૂ-બીયરની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો […]

Uncategorized

વડોદરા: વડોદરા અખંડ ફાર્મહાઉસમાં  પોલીસે રેડ પાડીને 136 મહિલાઓ સહિત 273 લોકોને માલેતુજારોને ઝડપી પાડી તેમની સામે દારૂબંધીન નવા આવેલા નિયમ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જીતેન્દ્ર શાહ સહિત ચાર આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર મોડી રાતે જજ સમક્ષ આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા.

ઉદ્યોગપતિ જીતેન્દ્ર શાહની પૌત્રીની સગાઈમાં દારૂ-બીયરની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમા મોટામાથા ઝડપાય હતા. રાજ્યની આ સૌથી મોટી દારૂ મહેફિલ પર રેડનો કિસ્સો હોવાનું કહેવાય છે, આ રેડમાં IPL ના પૂર્વ ભૂતપૂર્વ ચેરમેન ચિરાયુ અમીન, તેમનો પુત્ર પ્રણવ, ઉદ્યોગપતિ અમિત ગોરડિયા, કેડિલા ફાર્માના માલિકના પંકજ પટેલના વેવાઇ દુષ્યંત પટેલ, દિનેશ મિલના ચેરમેન ભરત પટેલ, જાણીતા સીએ સુનીલ વકીલ, FGIના પૂર્વપ્રમુખ રાકેશ અગ્રવાલ,વડોદરા મેરેથોનના ડાયરેક્ટર સમીર ખેરા, રણજી ટ્રોફીના સિલેક્ટર ખગેશ અમીન, એફજીઆઇના વર્તમાન પ્રમુખ અમિત પટેલના ભાઇ મનોજ પટેલ, મુંબઇની હયાત હોટલના માલિકના પુત્ર, વીવીએસ ઇન્ફોટેકના માલિક રજત સિંઘાનિયા સહિતની હસ્તીઓ ઝડપાઈ હતી.

દારૂની મહેફિલમાં પકડાયેલા લોકો સામે પ્રોહિબીશનની કલમ 66 (1)બી, 81, 84,86,90 મુજબ ગુનો નોંધી જામીન આપ્યા છેે જ્યારે ફાર્મ હાઉસના માલિક જિતેન્દ્ર શાહ, તેના પુત્ર અલય અને બે ડ્રાઇવર સામે કલમ 66(1) બી, 65-એ,ઇ, 81 મુજબ ગુનો નોંધી રિમાન્ડની તજવીજ કરી છે. આ ગુનામાં 10 વર્ષની સજાની જોગવાઇ છે. જે લોકોના લોહીના નમૂનામાં આલ્કોહોલ આવશે તેમને નોટિસ પાઠવી ચાર્જશીટમાં આરોપી તરીકે દર્શાવી કાર્યવાહી થશે.

હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ માણતા માલેતુજારો ઝડપાયેલા મુખ્ય ચાર આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઉદ્યોગપતિ જીતેન્દ્ર શાહ તેના પુત્ર અલય સિહત ચાર લોકોને મોડીરાતે જજના નિવાસે રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે પાંચ દિવસના રમાન્ડની માંગ કરી હતી. પરંતુ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા હતા.