Not Set/ કર્સ્ટને કર્યો ખુલાસો, ટીમ ઈન્ડિયાનાં આ ખેલાડી સાથે કામ કરવું રહ્યુ સૌથી સરળ

ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કોચ ગેરી કર્સ્ટનનાં કોચિંગ સમયગાળા દરમિયાન ભારતે 2011 વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. કર્સ્ટનનાં કોચિંગ હેઠળ જ ભારતીય ટીમ પ્રથમ વખત આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે પહોંચી હતી. હવે કર્સ્ટને ટીમ ઈન્ડિયાનાં કયા ખેલાડી સાથે કામ કરવામાં આશાન રહ્યુ તે વિશે ખુલાસો કર્યો છે. ભારતીય ટીમ સાથેની કર્સ્ટનની સફર ઘણી સફળ […]

Uncategorized
9153c0acd49191377f6d3eee011601a5 કર્સ્ટને કર્યો ખુલાસો, ટીમ ઈન્ડિયાનાં આ ખેલાડી સાથે કામ કરવું રહ્યુ સૌથી સરળ

ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કોચ ગેરી કર્સ્ટનનાં કોચિંગ સમયગાળા દરમિયાન ભારતે 2011 વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. કર્સ્ટનનાં કોચિંગ હેઠળ જ ભારતીય ટીમ પ્રથમ વખત આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે પહોંચી હતી. હવે કર્સ્ટને ટીમ ઈન્ડિયાનાં કયા ખેલાડી સાથે કામ કરવામાં આશાન રહ્યુ તે વિશે ખુલાસો કર્યો છે.

becb978ff9ef35804503750c7c9a5642 કર્સ્ટને કર્યો ખુલાસો, ટીમ ઈન્ડિયાનાં આ ખેલાડી સાથે કામ કરવું રહ્યુ સૌથી સરળ

ભારતીય ટીમ સાથેની કર્સ્ટનની સફર ઘણી સફળ રહી હતી. સાઉથ આફ્રિકાનાં પૂર્વ ઓપનરે તાજેતરમાં જ ટીમ ઈન્ડિયા સાથે તેમના કાર્યકાળ વિશે ઘણી બાબતો શેર કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે તે સમય તેમના જીવનનાં સંસ્મરણો પર રહ્યા છે, જેને તેઓ હંમેશા યાદ કરશે. ગેરી કર્સ્ટને તે ખેલાડીનું નામ પણ જાહેર કર્યું હતું કે જેની સાથે તેમને કામ કરવાનું સૌથી સહેલું લાગ્યું હતું.

0d6f227fc399bdd28fde9f31b767bfd4 કર્સ્ટને કર્યો ખુલાસો, ટીમ ઈન્ડિયાનાં આ ખેલાડી સાથે કામ કરવું રહ્યુ સૌથી સરળ

એક ઈન્ટરવ્યૂંમાં ગેરી કર્સ્ટને માસ્ટર બ્લાસ્ટરની પ્રશંસા કરતાં કહ્યું હતુ કે, સચિન તેંડુલકર સાથે કામ કરવું ખૂબ જ સરળ હતું. કર્સ્ટન 200811 માં ભારતીય ટીમનાં કોચ હતા. તેમણે સ્વીકાર્યું કે આ સમય દરમિયાન તેમની પોતાની કારકીર્દિ પણ લાજવાબ રહી છે. કોચિંગનાં તે સમયગાળાને યાદ કરતાં તેમણે કહ્યું કે તેમણે યુવા વિરાટ કોહલીમાં ઘણી સંભાવનાઓ જોઇ હતી. કર્સ્ટને વધુમાં કહ્યું, “સચિન તેંડુલકર સાથે કામ કરવું સૌથી સરળ હતું, એક વ્યક્તિ તરીકે તેની પાસે મૂલ્યવાન સિસ્ટમ છે. 2011 નાં વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ ઘણી સંભાવનાઓ દર્શાવી હતી અને આજે જુઓ તે એક મહાન ખેલાડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.