Not Set/ વડોદરા/ ધાર્મિક લાગણી દુભાય અને ઉશ્કેરણી થાય તેવી ફેસબુક ઉપર મુકાતા યુવકની ધરપકડ

કોરોના વાયરસે ફેલાવેલા તાંડવને લઈને હાલમાં ગુજરાતભરમાં લોક ડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક અને ધાર્મિક લાગણી દુભાવતા પોસ્ટ મૂકનાર સામે સાયબર સેલે ઝુંબેશ  ચલાવી છે.  હિન્દુ દેવી દેવતાઓનું અપમાન થાય તેમજ લોકોની ધાર્મિક લાગણી દુભાય અને ઉશ્કેરણી થાય તેવી ફેસબુક ઉપર મુકાતા સાયબર સેલે તપાસ કરી હતી. સાયબર સેલે […]

Gujarat Vadodara
c2d9a3165bf3f98d260d7ea8a3d19ef6 વડોદરા/ ધાર્મિક લાગણી દુભાય અને ઉશ્કેરણી થાય તેવી ફેસબુક ઉપર મુકાતા યુવકની ધરપકડ

કોરોના વાયરસે ફેલાવેલા તાંડવને લઈને હાલમાં ગુજરાતભરમાં લોક ડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક અને ધાર્મિક લાગણી દુભાવતા પોસ્ટ મૂકનાર સામે સાયબર સેલે ઝુંબેશ  ચલાવી છે.  હિન્દુ દેવી દેવતાઓનું અપમાન થાય તેમજ લોકોની ધાર્મિક લાગણી દુભાય અને ઉશ્કેરણી થાય તેવી ફેસબુક ઉપર મુકાતા સાયબર સેલે તપાસ કરી હતી.

સાયબર સેલે આ પોસ્ટ મૂકનાર ગોરવા પોલીસ સ્ટેશન પાસે રહેતા સાજીદ શેખ નામના યુવક સામે ગુનો નોધી ધરપકડ કરી લીધી છે. પકડાયેલો યુવક છાણી પીવીઆર ઉપર આવેલી પિઝા રેસ્ટોરન્ટમાં કામ કરતો હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.

ઉલ્લેખનીય છે કે,  ગઈકાલે પોલીસ વિભાગમાં વૈમનસ્ય પેદા થાય તેવી પોસ્ટ મૂકનાર અમદાવાદના ઓઢવ વિસ્તારના યુવક સામે સાયબર સેલ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.