Not Set/ વડોદરા/ હત્યાના આરોપી દ્વારા કારમાં રેલી કાઢવા મામલે મોટો ખુલાસો આવ્યો સામે…

વડોદરામાં હત્યાનાં આરોપીનો જેલમાંથી છુટ્યા બાદ કારમાં રેલી કાઢવાનાં મામલે મોટો  અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. હત્યાનાં આરોપી દ્વારા જે કારમાં રેલી કાઢી પોલીસની આબરુનાં લીરા ઉડાવવામાં આવ્યા હતા તે કાર વડોદરા ભાજપ યુવા મોર્ચા કાર્યાલયનાં મંત્રી પ્રિતેશ શાહની હોવાનું સામે આવી રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે વડોદરા ભાજપનાં નેતા પ્રિતેશ શાહને પૂછપરછ માટે બોલાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી […]

Gujarat Vadodara
5850808130046aa8235467a078443d1c વડોદરા/ હત્યાના આરોપી દ્વારા કારમાં રેલી કાઢવા મામલે મોટો ખુલાસો આવ્યો સામે...

વડોદરામાં હત્યાનાં આરોપીનો જેલમાંથી છુટ્યા બાદ કારમાં રેલી કાઢવાનાં મામલે મોટો  અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. હત્યાનાં આરોપી દ્વારા જે કારમાં રેલી કાઢી પોલીસની આબરુનાં લીરા ઉડાવવામાં આવ્યા હતા તે કાર વડોદરા ભાજપ યુવા મોર્ચા કાર્યાલયનાં મંત્રી પ્રિતેશ શાહની હોવાનું સામે આવી રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે વડોદરા ભાજપનાં નેતા પ્રિતેશ શાહને પૂછપરછ માટે બોલાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, વડોદરાની જેલમાંથી હત્યાના આરોપીએ જામીન પર છૂટ્યા બાદ રેલી કરી હતી. આ રેલી આરોપી દ્વારા જેલથી ઘર સુધી પોતાનાં સર્મથકો સાથે યોજી હતી. કોઇ મોટી મોથ મારી હોય કે કોઇ દેશને શાન અપાવતુ કાર્ય કર્યું હોય તે રીતે જેલથી છુટેલા આરોપી દ્વારા કોઇ પણ મંજૂરી વિના આ રીતે ખુલ્લે આમ રેલી યોજી પ્રજામાં ભયનો માહોલ ઉભો કરી આરોપીઓએ વડોદરા પોલીસની આબરુના લીરેલીરે ઉડાવ્યા હોવાનું સામે આવ્યું હતું

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews