Not Set/ વડોદરા/ હવસખોર ઘર જમાઈએ પત્ની સાથે સગીર સાળીને પણ કરી ગર્ભવતી

વડોદરા જીલ્લાના ડભોઇ તાલુકાના એક ગામમાં હવસખોર જમાઇએ તેની જ 15 વર્ષની સાળી પર બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર મોટી દીકરીના લગ્ન બાદ તે પ્રેગ્નન્સી દરમિયાન તેના પિયરે આવી હતી સાથે સાથે જમાઈ પણ તેની સાથે આવ્યો હતો.  માતા-પિતાએ લાગણીના કારણે જમાઇને ઘર જમાઇ તરીકે રાખી લીધો […]

Gujarat Vadodara
4cefbef5fd946470a7ebd4721be75691 વડોદરા/ હવસખોર ઘર જમાઈએ પત્ની સાથે સગીર સાળીને પણ કરી ગર્ભવતી

વડોદરા જીલ્લાના ડભોઇ તાલુકાના એક ગામમાં હવસખોર જમાઇએ તેની જ 15 વર્ષની સાળી પર બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર મોટી દીકરીના લગ્ન બાદ તે પ્રેગ્નન્સી દરમિયાન તેના પિયરે આવી હતી સાથે સાથે જમાઈ પણ તેની સાથે આવ્યો હતો. 

માતા-પિતાએ લાગણીના કારણે જમાઇને ઘર જમાઇ તરીકે રાખી લીધો હતો. માતા-પિતાના ક્યાં ખબર હતી કે તેઓ જે જમાઈને તેમના ઘરે રાખી રહ્યા છે તે હવસખોરની નજર તેમના ઘરે રહેલી નાની દીકરી પર હતી. ઘરમાં કોઇ ના હોય ત્યારે એકલતાનો લાભ લઇ જમાઇ 15 વર્ષની સાળી પર બળાત્કાર ગુજારતો હતો.જેથી છ મહિના પહેલાં સાળી પણ પ્રેગનન્ટ થઇ હતી.

ત્રણ મહિના પહેલાં પરિણીત પુત્રીએ બાળકીને જન્મ આપ્યો હતો.પરંતુ આ વખતે કુંવારી પુત્રી પણ પ્રેગનન્ટ હોવાથી પરિવારજના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.  

આ મામલે જ્યારે પરિવારને ખબર પડી ત્યારે તેઓ એ ડભોઇ પોલીસ સ્ટેશને લઇ જઇ ફરાર થઇ ગયેલા હવસખોર ઘરજમાઇ સામે કાર્યવાહી કરવા તજવીજ કરી છે. ડભોઇ પોલીસે આ અંગે ઘરજમાઇ સામે ગુનો નોંધ્યો છે.

આપને જણાવી દઈએ કે બળાત્કારી જમાઇએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે પોલીસની મદદ માંગી છે.સગીર વયની સાળી પર વારંવાર બળાત્કાર ગુજારી તેને પ્રેગનન્ટ બનાવનાર ઘર જમાઇ સામે પીડિતાએ પોલીસ ફરિયાદની તૈયારી કરતાં તે ફરાર થઇ ગયો છે. હાલ જમાઈની શોધખોળ હાથ ધરી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.