Not Set/ વરસાદે વધારી રિયાની મુશ્કેલી, હાઇકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી ટળી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં ડ્રગ કનેક્શનમાં જેલમાં બંધ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની જામીન અરજી પર આજે સુનાવણી ટળી ગઈ છે. હકીકતમાં, મુંબઈમાં વરસાદને કારણે આજે મુખ્ય ન્યાયાધીશે બોમ્બે હાઈકોર્ટ માટે રજા જાહેર કરી દીધી છે અને આજનો બોર્ડ આવતીકાલે એટલે કે 24 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. જણાવીએ કે, વિશેષ એનડીપીએસ […]

Uncategorized
e941939c904ce32b275603fbd1a48011 1 વરસાદે વધારી રિયાની મુશ્કેલી, હાઇકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી ટળી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં ડ્રગ કનેક્શનમાં જેલમાં બંધ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની જામીન અરજી પર આજે સુનાવણી ટળી ગઈ છે. હકીકતમાં, મુંબઈમાં વરસાદને કારણે આજે મુખ્ય ન્યાયાધીશે બોમ્બે હાઈકોર્ટ માટે રજા જાહેર કરી દીધી છે અને આજનો બોર્ડ આવતીકાલે એટલે કે 24 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. જણાવીએ કે, વિશેષ એનડીપીએસ કોર્ટે રિયા-શૌવિકની ન્યાયિક કસ્ટડી 6 ઓક્ટોબર સુધી વધારી છે.

બોમ્બે હાઈકોર્ટથી જામીન ન મળવાની સ્થિતિમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીને 6 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેવું પડશે. મંગળવારે રિયાના 14 દિવસીય ન્યાયિક કસ્ટડીનો સમયગાળો પૂરો થયા બાદ, અભિનેત્રીને બપોરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્પેશિયલ એનડીપીએસ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ સંબંધિત ડ્રગ્સ કેસમાં બંનેને નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીપી) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તીએ 22 સપ્ટેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટમાં એનડીપીએસ કેસમાં બેલ માટે અરજી કરી હતી. આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને મુંબઈની બાયકુલા જેલમાં રાખવામાં આવી છે. રિયા ચક્રવર્તીએ બે વાર જામીન માટે અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. રિયા ચક્રવર્તીને સુશાંત સિંહ કેસમાં ડ્રગ્સ કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ની ટીમે 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.