આમ તો ગુજરાત વિશે કહેવું વધુ યથાર્થ કહેવાય કે ગુજરાતમાં કોરોના બેકાબૂ, પરંતુ આ વલસાડ માટે પણ બંઘ બેસે છે. જી હા, વલસાડ જિલ્લામાં કોરોના બેકાબૂ જોવામાં આવી રહ્યો છે. આજે જિલ્લામાં નવા 23 કેસ નોંધાયા છે. કોરોનાનાં હોટ સ્પોટ સમા વાપીમાં નવા 16 કેસ નોંધાયા હોવથી હાહાકાર મચી જવા પામ્યો છે.
ઉપરાંત જીલ્લામાં વલસાડમાં 4 , પારડીમાં 1, કપરાડામાં 1, ઉમરગામ માં 1 કેસ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જીલ્લામાં કોરોનાનો વ્યાપ ખુણે ખુણે જેવામાં આવી રહ્યો છે. આજે સામે આવેલા નવા 23 કેસ સાથે જિલ્લામાં કુલ કેસનો આંક 262 પહોંચ્યો છે. વાપી સહિત વલસાડ જિલ્લામાં વધતું કોરોનાનું સંક્રમણ તંત્ર માટે મોટી ચિંતાનો વિષય બની રહ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….