Not Set/ વલસાડમાં કોરોનાનાં દર્દીનું હોસ્પિટલની બેદરકારીથી થયું મોત, લોકોએ કર્યો હોબાળો…

વધુ એક વખત કોરોનાનાં મામલામાં હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. બેદરકારીને કારણે એક દર્દીનો જીવ જતા લોકો વિફર્યાનો બનાવ વલસાડમાંથી સામે આવી રહ્યો છે. જી હા, વલસાડમાં કોરોનાના દર્દીનું હોસ્પિટલની બેદરકારીથી મોત થયું છે.  સામો આવતી વિગતો પ્રમાણે દર્દીને વલસાડની ખાનગી હોસ્પિટલમાં કોરોનાનાં નિદાન માટે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોકટરોએ દર્દીનાં સગા પાસે મોંઘા ઇન્જેક્શનો મંગાવવા આવ્યા હતા. દર્દીના […]

Gujarat Others
0903da6c07c0f8baabf5cf2b4549ca50 વલસાડમાં કોરોનાનાં દર્દીનું હોસ્પિટલની બેદરકારીથી થયું મોત, લોકોએ કર્યો હોબાળો...

વધુ એક વખત કોરોનાનાં મામલામાં હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. બેદરકારીને કારણે એક દર્દીનો જીવ જતા લોકો વિફર્યાનો બનાવ વલસાડમાંથી સામે આવી રહ્યો છે. જી હા, વલસાડમાં કોરોનાના દર્દીનું હોસ્પિટલની બેદરકારીથી મોત થયું છે. 

સામો આવતી વિગતો પ્રમાણે દર્દીને વલસાડની ખાનગી હોસ્પિટલમાં કોરોનાનાં નિદાન માટે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોકટરોએ દર્દીનાં સગા પાસે મોંઘા ઇન્જેક્શનો મંગાવવા આવ્યા હતા. દર્દીના સગાઓએ ડોકટરોને 20000 થી લઈ 40000 સુધી ના ઇન્જેક્શનો આપ્યા હતા. ડોકટરોએ ઇન્જેક્શનો ગાયબ કરી દર્દીને ઇન્જેક્શન આપવાને બદલે તેની સારવાર નહીં કરતા તેનું મોત નિપજયું હોવાનાં આક્ષેપો થયા છે. 

દર્દીના પરિવાર જનોનો હોસ્પિટલમાં હોબાળો મચાવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ડોકટરોએ ઈન્જેકશન લઇ આપવા છતાં નહીં આપ્યા અને બાદમાં ઈન્જેકશન આપ્યાનું કબુલ કર્યું છે. કોરોનાના ઈન્જેકશન દર્દીને આપવાને બદલે ઈન્જેકશન ગાયબ કરી દેતા દર્દીને સમય સર સારવાર નહીં મળતા મોત થયુ હોવાની વિગતો વિદિત થતા દર્દીનાં સગા સહિત લોકોએ ભારે હોબાળો મચાવ્યા હતો. ત્યારે આવા કોરોનાનાં વોરિયર્સનું સનમાન કેવી રીતે થવુ જોઇએ એવું લોકો પુછતા સાંભળમાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews