Not Set/ વાપી પાલિકા વિસ્તારમાં ડેન્ગ્યુના અને સ્વાઇન ફ્લુના કેસમાં ઉછાળો

વાપી પાલિકા વિસ્તારમાં ડેન્ગ્યુના અને સ્વાઇન ફ્લુના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. ત્યારે, વાપી નગરપાલિકાના સત્તાધિશોને તેમજ વિપક્ષને પાલિકા વિસ્તારમાં વધી રહેલી ગંદકી અને મચ્છરોના ઉપદ્રવની ચિંતા સતાવી રહી છે.. તબીબોના જણાવ્યા મુજબ હાલ વાપી પાલિકા વિસ્તારમાં મોટાભાગના દવાખાનામાં ડેન્ગ્યુના અને સ્વાઇન ફ્લુના દર્દીઓમાં વધારો નોંધાઇ રહ્યો છે. દિવસ દરમ્યાન આવતી ઓપીડીમાં 70 ટકા દર્દીઓમાં […]

Gujarat
vlcsnap error901 વાપી પાલિકા વિસ્તારમાં ડેન્ગ્યુના અને સ્વાઇન ફ્લુના કેસમાં ઉછાળો

વાપી પાલિકા વિસ્તારમાં ડેન્ગ્યુના અને સ્વાઇન ફ્લુના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. ત્યારે, વાપી નગરપાલિકાના સત્તાધિશોને તેમજ વિપક્ષને પાલિકા વિસ્તારમાં વધી રહેલી ગંદકી અને મચ્છરોના ઉપદ્રવની ચિંતા સતાવી રહી છે.. તબીબોના જણાવ્યા મુજબ હાલ વાપી પાલિકા વિસ્તારમાં મોટાભાગના દવાખાનામાં ડેન્ગ્યુના અને સ્વાઇન ફ્લુના દર્દીઓમાં વધારો નોંધાઇ રહ્યો છે. દિવસ દરમ્યાન આવતી ઓપીડીમાં 70 ટકા દર્દીઓમાં ડેન્ગ્યુના અને સ્વાઇન ફ્લુના લક્ષણો જોવા મળી રહ્યા છે. જો કે વહીવટી તંત્ર આ મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યુ છે. પરંતુ આ ઔદ્યોગિક વિસ્તાર હોવાથી મોટી સંખ્યામાં બહારના લોકોનું આવાગમન થતુ હોય છે…જેના કારણે સ્વાઇન ફ્લુમાં અને ડેન્ગ્યુના કેસમાં વધારો કરી રહ્યું છે .