Not Set/ વાપી/ પોલીસથી બચવા ભાગેલા બુટલેગરો પડ્યા કુવામાં અને પછી થયું આવું…

દમણથી કારમાં દારૂ ભરીને નીકળેલા બુટલેગરોનો  પીછો પોલીસે  કરતા બુટલેગરો કાર છોડીને ભાગતા 50 ફૂટ ઊંડા કૂવામાં પડી જતા બુટલેગરોના ઘટના સ્થળે મોત નિપજતા વાપી ટાઉન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વાપીના વટાર ગામે આવેલ ડુંગળી ફળિયામાં રહેતા વિનોદભાઇ બાલુભાઇ પટેલના ઘર પાછળ 50 ફુટ ઉંડા કુવામાં ગુરૂવારે રાત્રે 9.30 થી […]

Gujarat Others

દમણથી કારમાં દારૂ ભરીને નીકળેલા બુટલેગરોનો  પીછો પોલીસે  કરતા બુટલેગરો કાર છોડીને ભાગતા 50 ફૂટ ઊંડા કૂવામાં પડી જતા બુટલેગરોના ઘટના સ્થળે મોત નિપજતા વાપી ટાઉન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વાપીના વટાર ગામે આવેલ ડુંગળી ફળિયામાં રહેતા વિનોદભાઇ બાલુભાઇ પટેલના ઘર પાછળ 50 ફુટ ઉંડા કુવામાં ગુરૂવારે રાત્રે 9.30 થી 10 વચ્ચે બે યુવકો પટકાયા હતા . જેની જાણ ટાઉન પોલીસને કરતા તેઓ 2 ફાયરની ગાડી , 108 એમ્બુલન્સ અને ક્રેઇન લઇને સ્થળ ઉપર પહોંચ્યા હતા . જ્યાંથી રાત્રે 11 વાગે બંને યુવકોની લાશને બહાર કઢાયો હતો. મૃતકોની ઓળખ વટાર હળપતિ વાસ બ્રાહ્મણ ફળિયામાં રહેતા પરેશ રમેશ હળપતિ ઉ.વ .40 અને અકીલ ઉર્ફે અશરફ નુર મહંમદ પવાસ્કર રહે.મુંબઇ મલાડ વેસ્ટ તરીકે થઇ હતી . ટાઉન પોલીસે અકસ્માતનો ગુનો વધુ તપાસ હાથ ધરી છે

ઘટના સ્થળ પરથી મળતી માહિતી  મુજબ મૃતક પરેશ અને અકીલ ગુરૂવારે દમણ થી  કારમાં દારૂનો જથ્થો ભરીને નીકળ્યા હતા . તે દરમિયાન ગુજરાતમાં પ્રવેશતા જ આરઆરસેલના કર્મીઓએ સ્કોર્પિયો કારથી તેમનો પીછો કરતા તેઓ કાર લઇને વટાર ડુંગરી ફળિયા વિસ્તારમાં ઘૂસી ગયા હતા . જ્યાં કાર બંધ થઇ જતા ગાડી છોડીને તેઓ એક વાડી તરફ દોડ્યા હતા. આગળ કુવો ન દેખાતા બંને મોઢાના ભાગે 50 ફુટ નીચે પડ્યા હતા . ગંભીર ઇજાના પગલે બંનેએ સ્થળ ઉપર જ જીવ ગુમાવ્યો હતો . બનાવ બાદ દારૂ ભરેલી કાર ક્યાં ગઇ તે અંગે હાલ જાણી શકાયું નથી . ગ્રામજનોના જણાવ્યા મુજબ રાત્રે ખૂબ જ ગતિમાં બે કાર ફળિયામાં પ્રવેશી હતી . હાલ ટાઉન પોલીસે બંનેની લાશ પરિજનોને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.