Not Set/ વિદ્યુત જામવાલનો નદી કિનારે ઝાડ પર પુલ અપ્સ કરતો વીડિયો વાયરલ

બોલિવૂડનો નવો એક્શન સ્ટાર વિદ્યુત જમવાલ તેની ઉત્તમ ફિટનેસ માટે જાણીતો છે. તે ફિટનેસને જાળવવા માટે ઘણો પરસેવો પાડે છે. લોકડાઉન દરમિયાન, તેઓ ફાર્મ હાઉસમાં જોરશોરથી કસરત કરી રહ્યા છે. વિદ્યુત જામવાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, તે નદી કાંઠે ઝાડની ટોચ પર લટકીને પુલ અપ્સ કરતો જોવા […]

Uncategorized
6624d5b1ace9dcd28bde1eae6366c944 વિદ્યુત જામવાલનો નદી કિનારે ઝાડ પર પુલ અપ્સ કરતો વીડિયો વાયરલ

બોલિવૂડનો નવો એક્શન સ્ટાર વિદ્યુત જમવાલ તેની ઉત્તમ ફિટનેસ માટે જાણીતો છે. તે ફિટનેસને જાળવવા માટે ઘણો પરસેવો પાડે છે. લોકડાઉન દરમિયાન, તેઓ ફાર્મ હાઉસમાં જોરશોરથી કસરત કરી રહ્યા છે. વિદ્યુત જામવાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં, તે નદી કાંઠે ઝાડની ટોચ પર લટકીને પુલ અપ્સ કરતો જોવા મળી રહ્યો છે. વિદ્યુત જામવાલનો આ અંદાજ લોકોને આશ્ચર્યમાં મુકી રહ્યો છે. વિદ્યુત જામવાલે આ વીડિયોને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. ચાહકોને તેનો આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધી વિદ્યુત જામવાલનો અનોખો પુલ અપ્સ વીડિયો 5 લાખ 56 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

વિદ્યુત જમ્મવાલની તાજેતરની ફિલ્મ કમાન્ડો 3 આવી હતી, જેમાં તેનું જોરદાર એક્શન જોવા મળ્યું હતુ. જમ્મુમાં જન્મેલા વિદ્યુત જામવાલ એક ઉત્તમ અભિનેતાની સાથે સાથે એક મહાન માર્શલ આર્ટિસ્ટ અને સ્ટંટ પર્ફોર્મર પણ છે. તેણે બોલિવૂડમાં તેમજ ટોલિવૂડ અને કોલિવુડની ઘણી ફિલ્મોમાં જબરદસ્ત ઓળખ બનાવી છે. ફિલ્મો ઉપરાંત વિદ્યુત જામવાલનાં બે ગીતો તુમ્હે દિલ્લગી અને ગલ બન ગઈ પણ હિટ થઇ હતી. આ સિવાય વિદ્યુત જામવાલને ફિલ્મોમાં શાનદાર અભિનય બદલ ઝી સિને એવોર્ડ, આઈફા અને ફિલ્મફેર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.